For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેનેડાથી 108 વર્ષ બાદ કાશી પાછી આવી મા અન્નપૂર્ણાની મૂર્તિ, આજે CM યોગી કરશે પ્રાણ પ્રતિષ્ઠા

લગભગ 100 વર્ષ પહેલા ભગવાન શિવના નગર કાશમાંથી ચોરી થયેલી મા અન્નપૂર્ણા દેવીની દૂર્લભ મૂર્તિ વારાણસી પહોંચી ગઈ.

|
Google Oneindia Gujarati News

વારાણસીઃ લગભગ 100 વર્ષ પહેલા ભગવાન શિવના નગર કાશમાંથી ચોરી થયેલી મા અન્નપૂર્ણા દેવીની દૂર્લભ મૂર્તિ વારાણસી પહોંચી ગઈ. આજે એટલે 15 નવેમ્બરના દિવસે સોમવારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આના માટે કાશી વિશ્વનાત મંદિરને પણ ભવ્ય રૂપ(દુલ્હનની જેમ) સજાવવામાં આવ્યુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે મા અન્નપૂર્ણાની આ મૂર્તિ કાશી વિશ્વનાથ મંદિરમાં ઈશાન ખૂણામાં સ્થાપિત કરવામાં આવશે.

goddess annapurna idol

રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માતા અન્નપૂર્ણાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આના માટે મંદિર પરિસરમાં સવારથી જ આયોજન શરૂ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે દિલ્લીથી ચાલેલી રથયાત્રાએ મોડી રાતે જોનપુર જિલ્લાની સીમા પર સ્થિત પિંડરાથી વારાણસીમાં પ્રવેશ કર્યો. રથયાત્રા દુર્ગાકુંડ સ્થિત કૂષ્માંડા દરબાર પહોંચી. અહીં મા અન્નપૂર્ણા થોડો સમય વિશ્રામ કરશે અને એકાદશીના શુભ મુહૂર્તમાં સજીધજીને તૈયાર શ્રીકાશી વિશ્વનાથ મંદિર પહોંચશે. બાબાના આંગણમાં ઈશાન ખૂણામાં બનાવવામાં આવેલા મંદિરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ મુજબ લગભગ 100 વર્ષ પહેલા ચોરી થયેલ મા અન્નપૂર્ણની 18મી સદીની આ દુર્લભ મૂર્તિ છે. જે કાશીથી કેનેડા પહોંચી ગઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર કેનેડાની સરકારે આ મૂર્તિ ભારતને પાછી આપી દીધી હતી. માતા અન્નપૂર્ણાની આ મૂર્તિને થોડા દિવસો પહેલા કેનેડાથી પાછી દિલ્લી લાવવામાં આવી હતી અને ફરીથી તેને યુપી સરકારને સોંપી દેવામાં આવી હતી. દિલ્લી દ્વારા માતા અન્નપૂર્ણાની આ પ્રતિમા વારાણસી માટે બે દિવસ પહેલા રવાના કરી દેવામાં આવી હતી. દિલ્લીથી વારાણસી સુધી રસ્તામાં દોઢ ડઝનથી વધુ પડાવ હતો જ્યાં માતા અન્નપૂર્ણાની મૂર્તિ લઈ જઈ રહેલા રથનુ સ્વાગત કરવામાં આવ્યુ.

એવુ જણાવવામાં આવી રહ્યુ છે કે માની પ્રતિમાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં વિશ્વનાથ ધામના પ્રવેશ દ્વાર પર ઉતારીને સજાવેલી પાલખીમાં રાખવામાં આવશે. અહીંથી પાલખી કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહના ઈશાન ખૂણામાં બનાવવામાં આવેલા મંદિરમાં આવશે. વિધિ વિધાનથી અનુષ્ઠાન કરીને પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા માટે સવારે છ વા્ગાયથી જ 21 અર્ચક પૂજનનો કાર્યક્રમ શરૂ કરશે. પ્રતિમા સાથે જ એ અન્ય પાંચ વિગ્રહોની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જેને કાશી વિશ્વનાથ મંદિર વિસ્તરણ હેઠળ નિર્માણ કારણોથી હટાવીને અન્યત્ર સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. લગભગ દસ વાગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન પૂરુ થશે.

English summary
Maa Annapurna returned to Kashi after 108 years from Canada, CM Yogi adityanath to do pran pratishtha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X