For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુલાઈમાં દોસ્તી, ઓગસ્ટમાં લવ મેરેજ, ઓક્ટોબરમાં હત્યા, જાણો પતિની હેવાનિયતની કહાની

22 વર્ષની અંશુ શર્મા હવે આ દુનિયામાં નથી રહી. લવ, સેક્સ અને છેતરપિંડીનો શિકાર થઈ ગઈ. આખી કહાની માત્ર 4 મહિનામાં સમેટાઈ ગઈ.

|
Google Oneindia Gujarati News

ઈન્દોરઃ 22 વર્ષની અંશુ શર્મા હવે આ દુનિયામાં નથી રહી. લવ, સેક્સ અને છેતરપિંડીનો શિકાર થઈ ગઈ. આખી કહાની માત્ર 4 મહિનામાં સમેટાઈ ગઈ. જુલાઈમાં જે યુવક સાથે દોસ્તી થઈ તેની સાથે પ્રેમ થઈ ગયો. બીજા જ મહિને 8 ઓગસ્ટના રોજ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરીને બંને હંમેશા માટે એકબીજાના થઈ ગયા હતા. 27 ઓક્ટોબરે અંશુની હત્યા થઈ ગઈ. હત્યાનો આરોપ પતિ હર્ષ શર્મા પર લગાવવામાં આવ્યો છે.

સાંકળથી ગળુ દબાવવાનો આરોપ

સાંકળથી ગળુ દબાવવાનો આરોપ

સૌ કોઈને હચમચાવી દેતો આ કેસ મધ્ય પ્રદેશના ઈન્દોરનો છે. આરોપ છે કે અહીં હર્ષ શર્માએ પત્નીની હત્યા કરી દીધી. કૂતરાને બાંધવામાં આવતી સાંકળથી ગળુ દબાવીને બાદમાં ચાકૂથી વાર કરીને હર્ષે ઘટનાને અંજામ આપ્યો.

લગ્ન બાદ જાવરા કમ્પાઉન્ડમાં રહેવા લાગ્યા

લગ્ન બાદ જાવરા કમ્પાઉન્ડમાં રહેવા લાગ્યા

તમને જણાવી દઈએ કે સંયોગિતાગંજ પોલિસ સ્ટેશન વિસ્તારના જાવરા કમ્પાઉન્ડમાં અંશુ શર્મા તેમજ હર્ષ શર્મા રહેતા હતા. કોઈ વાત માટે બંનેમાં ઝઘડો થઈ ગયો. આરોપ છે કે વાત એટલી વધી ગઈ કે હર્ષે સાંકળથી અંશુનુ ગળુ દબાવી દીધુ અને પછી તેના પર ચાકૂથી વાર કર્યો જેના કારણે તેનુ મોત થઈ ગયુ. પોલિસે ઈન્દોરની એમવાય હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ શબને પરિવારજનોને સોંપી દીધુ.

પિતાના રિપોર્ટ પર તપાસ શરૂ

પિતાના રિપોર્ટ પર તપાસ શરૂ

સંયોગિતાગંજ પોલિસ સ્ટેશન અધિકારીએ જણાવ્યુ કે અંશુનુ મોત શંકાસ્પદ સ્થિતિમાં થયુ છે. તેના શરીર પર ઈજાના નિશાન છે. મોતનુ વાસ્તવિક કારણનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થઈ શકશે. અંશુના પિતાના રિપોર્ટ પર પોલિસે મૃગ નોંધીને તપાસ શરૂ કરી છે.

દિલ્લીની વાયુ ગુણવત્તા પહોંચી 'ગંભીર' સ્થિતિમાં, AQI 400ને પારદિલ્લીની વાયુ ગુણવત્તા પહોંચી 'ગંભીર' સ્થિતિમાં, AQI 400ને પાર

English summary
Madhya Pradesh: Anshu Sharma friendship, love and murder story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X