For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે પંડિતે લગ્ન કરાવ્યા હતા, તે પંડિત સાથે લગ્ન પછી ભાગી દુલ્હન

મધ્ય પ્રદેશમાં એક ખુબ જ આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. વિદિશાના સિરોન્જ શહેરમાં ટોરી બાગરોદમાં એક દુલ્હનની ભાગી જવાની વાતથી હડકંપ મચી ગઈ.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશમાં એક ખુબ જ આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. વિદિશાના સિરોન્જ શહેરમાં ટોરી બાગરોદમાં એક દુલ્હનની ભાગી જવાની વાતથી હડકંપ મચી ગઈ. કન્યાના લગ્નને માત્ર 15 દિવસ જ પસાર થયા હતા.લગ્નના 3 દિવસ પછી, કન્યા પહેલીવાર પિયર આવી હતી અને 23 મેના રોજના રોજ જયારે તેના પરિવારના લોકો અન્ય લગ્ન સમારંભમાં વ્યસ્ત હતા, ત્યારે તે એ જ પંડિત સાથે ભાગી ગઈ જેણે તેના લગ્ન કરાવ્યા હતા.

આ પણ વાંચો: દુલ્હાના પિતાની ડિમાન્ડ સાંભળીને દુલ્હન રડી પડી, લગ્ન કરવાની ના પાડી

7 મે ના રોજ થયા હતા લગ્ન

7 મે ના રોજ થયા હતા લગ્ન

એવું કહેવામાં આવે છે કે 7 મેના રોજ યુવતીના લગ્ન બસોદાના આસઠ ગામમાં રહેતા યુવક સાથે હતા. લગ્નના દિવસે, એ જ ગામના પંડિત વિનોદ મહારાજે યુવક અને યુવતીના લગ્ન કરાવ્યા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંડિત તે જ ગામના એક મંદિરમાં પૂજા પાઠ કરે છે.

લગ્નના 3 દિવસ પછી પાછી પિયર આવી હતી દુલ્હન

લગ્નના 3 દિવસ પછી પાછી પિયર આવી હતી દુલ્હન

લગ્ન પછી છોકરીની વિદાઈ થઇ ગઈ અને સાસરે જતી રહી. તેના ત્રણ દિવસ પછી, તે પહેલી વાર પિયર આવી હતી. 23 મેના રોજ તેમના ગામમાં એક લગ્ન સમારંભ હતો હતો અને પરિવારના સભ્યો ત્યાં જ ગયા હતા. તે જ પંડિત વિનોદ મહારાજને આ લગ્નમાં પણ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવાની હતી. પરંતુ લગ્નની વિધિ શરુ થાય તે પહેલાં, તે લાપતા થઇ ગયો.

તે જ પંડિત સાથે ભાગી ગઈ જેને તેના લગ્ન કરાવ્યા હતા

તે જ પંડિત સાથે ભાગી ગઈ જેને તેના લગ્ન કરાવ્યા હતા

જ્યારે તે ઘરમાં ન મળ્યો, ત્યારે લોકોએ તેને શોધવાની શરૂઆત કરી. તે દરમિયાન કોઈએ કહ્યું કે તે યુવતી પણ તેના ઘરમાંથી ગાયબ છે. આ સમાચાર પછી ઘરના લોકોના હોંશ ઉડી ગયા, અને તેઓએ તેમને શોધવાનું શરૂ કર્યું. પરંતુ, બીજા દિવસ સુધી તેઓ ન મળ્યા. આ પછી, યુવતીના પરિવારના લોકો ગામના સરપંચ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કેસ નોંધાવ્યો. પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

પંડિત પહેલેથી જ પરિણીત છે

પંડિત પહેલેથી જ પરિણીત છે

આ સમય દરમિયાન, એ માહિતી પણ સામે આવી છે કે પંડિત પહેલાથી જ પરિણીત છે અને તેના બે બાળકો છે. આ બનાવના દિવસથી, તેનું આખું કુટુંબ ગાયબ છે. જ્યારે ગ્રામવાસીઓ કહે છે કે વિનોદ અને નવવિવાહીતા યુવતિ વચ્ચે લગભગ બે વર્ષનો પ્રેમ સંબંધ હતો. પોલીસે આ કેસમાં આરોપી તરીકે વિનોદની પત્નીનું પણ નામ આપ્યું છે. અને સાસરીમાંથી મળેલી માહિતી મુજબ, કન્યા 1.5 લાખના ઘરેણાં અને 30 હજાર રોકડ લઈને ફરાર થઈ ગઈ છે.

English summary
Madhya pradesh: bride ran away with pandit after 15 days of her marriage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X