For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુલ્હાના પિતાની ડિમાન્ડ સાંભળીને દુલ્હન રડી પડી, લગ્ન કરવાની ના પાડી

ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાં એક દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. ત્યારપછી દુલ્હન વિના જાન પાછી ફરી દુલ્હન વિના પાછી ફરેલી બારાત હાલમાં આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાં એક દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. ત્યારપછી દુલ્હન વિના જાન પાછી ફરી દુલ્હન વિના પાછી ફરેલી બારાત હાલમાં આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય છે. ખરેખર લગ્ન દિવસે દુલ્હાના પિતાએ દુલ્હન પક્ષ સામે એક શરત રાખી દીધી. દુલ્હાના પિતાની ડિમાન્ડ સાંભળીને દુલ્હન ગુસ્સે થઇ અને રડતા રડતા લગ્ન કરવાની ના પાડી દીધી. ત્યારપછી દુલ્હો તેની દુલ્હન લીધા વિના જ ખાલી હાથે પાછો ફર્યો.

શુ છે મામલો

શુ છે મામલો

મળતી જાણકારી અનુસાર આ મામલો સીતાપુર જિલ્લાના સદરપુર ચોકી ક્ષેત્રના ગામ મીનાપુર જહાંગીરાબાદનો છે. અહીંના રહેવાસી વિશુન કુમાર નંદની દીકરી ચાંદનીના લગ્ન બારાબંકી જિલ્લાના ગજનીપુર નિવાસી તીરથરામ નંદના દીકરા અનુપ સાથે નક્કી થયા. 12 મેં દરમિયાન લગ્નની તારીખ નક્કી થઇ. રવિવારે બારાત લઈને દુલ્હો અનુપ છોકરી પક્ષના દરવાજે પહોંચ્યો. ત્યાં બેન્ડ-બાજા અને ડીજે નહીં હોવાને કારણે વર અને વધુ પક્ષ વચ્ચે વિવાદ થયો. ત્યારપછી લોકોએ મામલો સંભાળી લીધો.

દુલ્હન પક્ષ સામે ડિમાન્ડ રાખી

દુલ્હન પક્ષ સામે ડિમાન્ડ રાખી

દુલ્હન પક્ષ દુલ્હાનો આદર સત્કાર કરીને તેમને મંડપ પર લઇ ગયા. ત્યારે કંઈક એવું થયું કે દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. ખરેખર લગ્ન સમયે દુલ્હાના પિતાએ વધુ એક ડિમાન્ડ રાખી દીધી. દુલ્હા અને તેના પિતાએ દુલ્હન પક્ષ સામે સોનાની ચેનની શરત રાખી દીધી. તેને લઈને બંને પક્ષ વચ્ચે વિવાદ થઇ ગયો. તકરાર એટલી વધી ગઈ કે વાત દુલ્હન સુધી પહોંચી ગઈ. તેના પર દુલ્હન ગુસ્સે થઇ ગઈ.

દુલ્હનના પિતાએ શુ કહ્યું

દુલ્હનના પિતાએ શુ કહ્યું

દુલ્હનના પિતાએ કહ્યું કે દુલ્હાના પિતાએ દારૂ પી રાખ્યો હતો અને હંગામો કરી રહ્યો હતો. આ આરોપ લગાવતા દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. દુલ્હને ના પડતા જ હડકંપ મચી ગયો. લોકોએ સમજાવવામાં માટે પ્રયાસ કર્યો. બપોર સુધી ગામમાં સુલેહ ચાલતી રહી પરંતુ દુલ્હન લગ્ન નહીં કરવાની જીદ પર રહી. ત્યારપછી બારાત દુલ્હન વિના જ પાછી ફરી.

English summary
bride refused to marry a groom in sitapur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X