મધ્ય પ્રદેશના સીધીમાં નહેરમાં પડી મુસાફરોથી ભરેલી બસ, અત્યાર સુધીમાં કાઢવામાં આવ્યા 35 શબ
ભોપાલઃ મધ્ય પ્રદેશના સીધીમાં મંગળવારની સવારે એક મોટી દૂર્ઘટના બની ગઈ. અહીં સતના જઈ રહેલી એક બસ અનિયંત્રિત થઈને નહેરમાં પડી ગઈ. માહિતી મુજબ બસમાં 54 લોકો સવાર હતા. મધ્ય પ્રદેશના મંત્રી તુલસી સિલાવટે આ મામલે માહિતી આપીને જણાવ્યુ કે અત્યાર સુધીમાં 35 લોકોના શબ નહેરમાંથી કાઢવામાં આવી ચૂક્યા છે. તુલસી સિલાવટે કહ્યુ કે આ ઘટના ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ છે અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સવારથી જ અધિકારીઓ પાસેથી સતત ઘટનાની પૂરી માહિતી લઈ રહ્યા છે.
વળી, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને કહ્યુ, 'આજે 1 લાખ 10 હજાર ઘરોમાં ગૃહ પ્રવેશનો કાર્યક્રમ નક્કી હતો પરંતુ સવારે 8 વાગ્યાથી જ મને એક દુઃખદ સૂચના મળી કે સીધી જિલ્લાની બાણસાગર નહેરમાં મુસાફરો ભરેલી બસ પડી ગઈ માટે આજે આ કાર્યક્રમ રાખવો યોગ્ય નથી. નહેર ઘણી ઉંડી છે અને અમે તાત્કાલિક બાંધમાંથી પાણી અટકાવીને રાહત અને બચાવ દળને રવાના કર્યા છે. કલેક્ટર, એસપી અને એસડીઆરએફની ટીમો ત્યાં હાજર છે. બસને નહેરમાંથી કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 7 મુસાફરોને બચાવવામાં આવી ચૂક્યા છે.'
લોકોને બચાવવામાં ગ્રામીણ પર કરી રહ્યા છે મદદ
માહિતી મુજબ લગભગ 54 મુસાફરોને લઈને આ બસ સતના તરફથી જઈ રહી હતી. આ દરમિયાન સીધી સ્થિત રામપુર નેકિન પોલિસ સ્ટેશન વિસ્તારના પટના પુલ પર ડ્રાઈવરનુ બસ પરથી નિયંત્રણ છૂટી ગયુ. બસ અનિયંત્રિત થઈને નહેરમાં પલટી ગઈ. ઘટનાની સૂચના મળતા જ પ્રશાસનિક ટીમ ઘટના સ્થળે પહોંચી. રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરીને 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘટના બાદ ગ્રામીણ અને અન્ય લોકો પણ બસમાં ફસાયેલ લોકોને બહાર કાઢવામાં લાગ્યા છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં ગ્રામીણ એકઠા થયા છે. ઘટનાની માહિતી મળતા જ બસમાં સવાર લોકોના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
રાષ્ટ્રપતિ-પીએમે દેશવાસીઓને પાઠવી વસંત પંચમીની શુભકામનાઓ