મધ્ય પ્રદેશઃ નાયબ મામલતદારે 25 હજારની લાંચ માંગી તો શખ્સે ભેંસ પકડાવી દીધી

મધ્ય પ્રદેશઃ નાયબ મામલતદારે 25 હજારની લાંચ માંગી તો શખ્સે ભેંસ પકડાવી દીધી

ભોપાલઃ મધ્ય પ્રદેશના વિદિશાના સિરોંજમાં એક દિલચસ્પ મામલો સામે આવ્યો છે. આોપ છે કે એક નાયબ મામલતદારે ગરીબ ખેડૂત પાસેથી 25000 રૂપિયાની લાંચ માંગી હતી, દેણાંમાં ડૂબેલ ખેડૂત પાસે કંઈ ન હોવાથી તેણે નાયબ મામલતદારની કાર પાસે પોતાની ભેંસ બાંધી દીધી. ભૂપેન્દ્ર નામનો ખેડૂત પોતાની જમીનના ભાગલાને લઈ કેટલાય દિવસથી પરેશાન હતો.

નાયબ મામલતદા પર 25000 રૂપિયાની લાંચ માંગવાનો આરોપ

નાયબ મામલતદા પર 25000 રૂપિયાની લાંચ માંગવાનો આરોપ

નાયબ મામલતદાર દ્વારા કથિત રીતે લાંચ માંગવા પર તેણે એસડીએમને આ મામલે ફરિયાદ પત્ર આપી આરોપ લગાવ્યો કે, પાછલા સાત મહિનાથી પિતાની જમીન મારા નામે કરાવવાને લઈ મામલતદારના ચક્કર લગાવી રહ્યો છું, તેમની સામે સત્તાવાર ઈમાનદારીથી ભાગલા કરી આપત તો યોગ્ય થાત. મારી પાસે ધનની કમી છે અને માટે પોતાની ભેંસ નાયબ મામલતદાર સિદ્ધાંત સિંઘલને દઈને જઈ રહ્યો છું, જેને વેચીને ધન મેળવી લે.

નાયબ મામલતદારની કાર સાથે ભેંસ બાંધી દીધી

નાયબ મામલતદારની કાર સાથે ભેંસ બાંધી દીધી

ખેડૂતે આ આવેદનની એક કોપી વિદિશા કલેક્ટરને પણ મોકલી છે. ભૂપેન્દ્રનું કહેવું છે કે 6 મહિનાથી પરિવારની જમીનના મામલે નાયબ મામલતદાર પાસે જઈ રહ્યો છું પરંતુ તેઓ કામ કરવાની ના પાડી રહ્યા છે અને પૈસા માંગી રહ્યા છે. મારી પાસે ભેંસ જ સૌથી વધુ કીમત છે, માટે નાયબ મામલતદારને તે આપી દીધી. જો કે ભૂપેન્દ્રના આરોપને નાયબ મામલતદારે ફગાવી દીધા છે.

આરોપોને નાયબ મામલતદારે પાયાવિહોણા ગણાવ્યા

આરોપોને નાયબ મામલતદારે પાયાવિહોણા ગણાવ્યા

જ્યારે આ મામલો સામે આવ્યો તો સોશિયલ મીડિયા પર લોકોએ મધ્ય પ્રદેશની કમલનાથ સરકારની ટિકા કરવી શરૂ કરી દીધી. લોકોએ કાર સાથે બાંધેલ ભેંસના ફોટા ટ્વીટ કરી સરકારને સવાલ કર્યા. પોતાના પર લાગેલ આોપોને નાયબ મામલતદારે પાયાવિહોણા ગણાવ્યા છે. જ્યારે આ મામલે જિલ્લા કલેક્ટર કૌશલેન્દ્ર સિંહે જણાવ્યું કે મામલાની તપાસ સિરોંજ એસડીએમ સંજય જૈનને સોંપવામાં આવી છે અને તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X