For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્વિજય સિંહનો દીકરો જયવર્ધન બનશે કમલનાથના નાણામંત્રી, જાણો કેમ?

દિગ્વિજય સિંહનો દીકરો જયવર્ધન બનશે કમલનાથના નાણામંત્રી

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ મધ્ય પ્રદેશની કમલનાથ કેબિનેટના સ્પેશિયલ 28 નક્કી થયા બાદ હવે તેમના વિભાગ વહેંચણીને મથામણ તેજ થઈ ગઈ છે. સૂત્રો મુજબ મંત્રીઓમાં વિભાગની વહેંચણી કંઈક આવી રીતે થઈ શકે છે. જયવર્ધનને નાણઆ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી શકે છે. દિગ્વિજય સિંહના દીકરા જયવર્ધન સિંહને આ જવાબદારી સોંપવા પાછળનું કારણ તેમની કોલંબિયા યૂનિવર્સિટીથી માઈક્રો ફાઈનાન્સમાં એમબીએ કર્યું હોય તે છે. બીજું કારણ એ પણ છે કે નાણા મંત્રાલય બધા જ વિભાગોનો મુખ્ય ભાગ છે. જો કે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે નાણા મંત્રાલય સીએમ કમલનાથ પોતાની પાસે જ રાખી શકે છે. આ ઉપરાંત ગૃહ મંત્રાલયની જવાબદારી બાલા બચ્ચનને આપવામાં આવી શકે છે.

આમને મળી શકે છે આ મંત્રીપદ

આમને મળી શકે છે આ મંત્રીપદ

સજ્જન સિંહ વર્મા અને તરુણ ભનોતની વચ્ચે નગરીય પ્રશાસન અને પીડબલ્યૂડી વિભાગોની વહેંચણી થઈ શકે છે. ગોવિંદ સિંહને રાજસ્વ, ઉમંગ સિંધારને વન, જીતૂ પટવારીને યુવા અને ખેલ મંત્રાલય, ઓંકાર મરકામને આદિમ જાતિ કલ્યાણ અને હર્ષ યાદવને નવકરણીય ઉર્જાની સાથોસાથ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવી શકે છે. વિજયલક્ષ્મી સાધૌને મહિલા અને વિકાસ વિભાગની જવાબદારી આપવામાં આવી શકે છે.

28માંથી 22 પહેલીવાર બન્યા મંત્રી

28માંથી 22 પહેલીવાર બન્યા મંત્રી

મુખ્યમંત્રી કમલનાથની ટીમમાં જાતીય અને ક્ષેત્રીય સંતુલનની સાથે જ મિશન 2019 માટે રાજનૈતિક સમીકરણ સાધવામાં આવ્યા છે. રાજભવનમાં 40 મિનિટ ચાલનાર સમારોહમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે 28ને મંત્રી પદની શપથ અપાવી. તમામને કેબિનેટનો હિસ્સો મળ્યો છે. ટીમમાં 22 ચેહરા એવા છે, જેમને પહેલીવાર મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રિઓની પસંદગીમાં કમલનાથ-દિગ્વિજયનો દબદબો દેખાડ્યો. સિંધિયાના સાત સમર્થકોને જગ્યા આપવામાં આવી છે. સોમવારે મોડી રાત્રે યાદીને અંતિમ રૂપ આપ્યા બાદ ત્રણેય દિગ્ગજ નેતા શપથ સમારોહની ઠીક પહેલા ભોપાલ પહોંચ્યા.

કમલનાથની ટીમના સૌથી યુવા ચહેરો છે જયવર્ધન સિંહ

કમલનાથની ટીમના સૌથી યુવા ચહેરો છે જયવર્ધન સિંહ

મધ્ય પ્રદેશની કમલનાથ સરકારની ટીમ તૈયાર થઈ ચૂકી છે. મંગળવારે કુલ 28 ધારાસભ્યોને મંત્રીપદની શપથ લીધી છે. જેમાં સૌથી યુવા ધારાસભ્ય જયવર્ધન સિંહ છે જેની ઉંમર 32 વર્ષ છે. જયવર્ધન સિંહ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના દીકરા અને રાઘોગઢથી બીજીવાર ધારાસભ્ય છે. વિધાનસભા ચૂંટણી 2018માં કોંગ્રેસ સરકાર બનતા જ એ નક્કી થઈ ગયું હતું કે જયવર્ધન સિંહ મંત્રી બની શકે છે કેમ કે તે માપદંડો પર ફરી બેસતા જોવા મળી હ્યા હતા જેના પર ટીમ કમલનાથ મંત્રીમંડળની પસંદગી કરી રહી હતી.

રાઘોગઢ રાજઘરાનાની પરંપરા આગળ વધારી રહ્યા છે જયવર્ધન

રાઘોગઢ રાજઘરાનાની પરંપરા આગળ વધારી રહ્યા છે જયવર્ધન

જયવર્ધન સિંહના પિતા દિગ્વિજય સિંહ પૂર્વ મુખ્યમંત્રી રહ્યા છે. તેમની જેમ તેઓ પણ રાઘોગઢ રાજઘરાનાની પરંપરાને આગળ વધારી રહ્યા છે. મધ્ય પ્રદેશની રાજનીતિમાં રાઘોગઢ રાજઘરાનાનો પ્રભાવ શરૂથી જ રહ્યો છે અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના ગૃહનગર રાઘોગઢમાં તેમનો ઐતિહાસિક કિલ્લો પણ છે જ્યાં તેમનો પરિવાર રહે છે. કિલ્લાની સારસંભાળથી લઈને દિગ્વિજય સિંહનો રાજનૈતિક અને ધાર્મિક વારસો હવે તેમના દીકરા જયવર્ધન સિંહ સંભાળે છે. રાઘોગઢ દિગ્વિજયના પૂર્વજોની જમીન રહી છે. દિગ્વિજય સિંહના પિતાજી બલભદ્ર સિંહ મધ્ય પ્રદેશની પહેલી વિધાનસભામાં ધારાસભ્ય હતા. જે બાદ 1977માં દિગ્વિજય સિંહ પણ પહેલીવાર ત્યાંથી જ ધારાસભ્ય બન્યા. જેમના બાદ 2013માં જયવર્ધન સિંહ પણ ત્યાંથી પહેલીવાર ધારાસભ્ય બન્યા.

ત્રણ તલાક બિલ પર લોકસભામાં આજે થશે ચર્ચા, હોબાળો થવાની શક્યતાત્રણ તલાક બિલ પર લોકસભામાં આજે થશે ચર્ચા, હોબાળો થવાની શક્યતા

English summary
Madhya Pradesh: Digvijaya Singh' Son Jaivardhan Singh Takes Oath As Minister, May be appoint Finance minister .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X