For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદીબેને કહ્યું.. ઘરે ઘરે જઈને બેસો, હાથ ફેરવો તો વોટ મળશે

મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે કથિત રીતે ભારતીય જનતા પક્ષના નેતાઓને સલાહ આપી રહ્યા હતા કે કેવી રીતે વોટ લેવાના.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે કથિત રીતે ભારતીય જનતા પક્ષના નેતાઓને સલાહ આપી રહ્યા હતા કે કેવી રીતે વોટ લેવાના. રાજ્ય સ્થિત ચિત્રકૂટમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બે દિવસીય પ્રવાસ દરમિયાન પટેલે સતના જિલ્લામાં ભાજપના નેતાઓને કહ્યુ કે જ્યારે તમે જરુરતમંદ અને કુપોષિત બાળકોને અપનાવશો ત્યારે જ વોટ મળશે.

anandiben patel

વિપક્ષે પટેલ પર લગાવ્યો આરોપ

વિપક્ષે પટેલ પર જ્યાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી થવાની ત્યાં સત્તાધારી પક્ષ ભાજપની મદદ કરવા માટે સંવિધાનિક પદનો દુરુપયોગ કરવાનો આરોપો લગાવ્યો છે. કોંગ્રેસ નેતા તેના વિરોધમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે રાષ્ટ્રપતિ ભવનને તેમના આચરણ વિશે લખવાની યોજના બનાવી રહ્યા છે.

રાજ્યપાલે ભાજપના નેતાઓને કહ્યું...

વીડિયોમાં પોતાની કથિત વાતચીત દરમિયાન રાજ્યપાલ પટેલે સતનાની મહાપૌર મમતા પાંડે અને અન્ય પાર્ટીના નેતાઓને કહ્યું કે એક અભિયાન ચલાવો. પાંડેએ તેમને જણાવ્યું કે તેમણે પહેલેથી જ આંગણવાડીમાંથી ઘણા બાળકોને અપનાવ્યા છે.

તો જ નરેન્દ્રભાઈનું 2022 નું સપનુ પૂર્ણ થશે

વીડિયોમાં કથિત રીતે રાજ્યપાલ એમ કહેતા દેખાય છે કે વોટ આવી રીતે નહિ મળે. ગામડામાં જાવ. તેમના ઘરમાં જઈને બેસો, હાથ ફેરવો, ત્યારે વોટ મળશે. તેમણે કહ્યું કે ત્યારે નરેન્દ્રભાઈ (પીએમ મોદી) નું 2022 નું સપનુ પૂર્ણ થઈ શકશે. તેમણે અધિકારીઓને પણ કહ્યુ કે તમારે તો વોટ લેવાનો નથી, અમારે વોટ લેવાનો છે.

English summary
madhya pradesh governor anandiben patel told bjp leaders how to take votes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X