પ્રમોશન માટે અધિકારીઓ સમક્ષ પત્નીને પીરસતો પતિ!

ભોપાલ, 7 સપ્ટેમ્બર : જેની સાથે જીવવા-મરવાના સોગંધ લીધા, જેની સાથે સાત જન્મો સુધી સાથ નિભાવવનો વાયદો કર્યો, રક્ષા કરવાનો વચન આપ્યો, શું તે પતિ ક્યારેય પોતાની પત્નીની આબરૂનો સોદો કરી શકે. જો આપનો જવાબ ના હોય, તો આપ એકદમ ખોટા છે. ભોપાલમાં એક પતિએ પ્રમોશન માટે પોતાની પત્નીની આબરૂનો સોદો કરી પતિ-પત્નીના વિશ્વાસના સંબંધને છિન્ન-ભિન્ન કરી નાંખ્યું છે.

piditwomen

જે પતિ પત્નીની રક્ષા કરવાના સોગંધ ખાતો રહ્યો, તેણે પ્રમોશનના લાલચે પોતાની જ પત્નીની આબરૂ વેચી નાંખી. એક પતિએ પ્રમોશન પામવા પોતાની જ પત્નીની આબરૂનો સોદો કરી નાંખ્યો. પતિએ પત્નીને પોતાના ઉપરી અધિકારીઓ સાથે આડા સંબંધ બાંધવા મજબૂર કરી. મળતી માહિતી મુજબ પીડિત મહિલાનો પતિ ભૂપેન્દ્ર એક બૅંકમાં નોકરી કરતો હતો. પોતાની ઑફિસમાં પ્રમશન પામવા માટે તે પોતાની પત્નીને જ હથિયાર બનાવી રહ્યો હતો. ભૂપેન્દ્ર પત્નીને દૂધમાં નશીલી દવાઓ આપી અથવા ઇંજેક્શનથી બેહોશ કરી દેતો અને પોતાના અધિકારીઓ સમક્ષ પિરસી દેતો.

આ દરમિયાન અનેક લોકો તેની સાથે રેપ કરતાં. પતિની આ કરતૂતનો જ્યારે તે મહિલા વિરોધ કરવાનો પ્રયત્ન કરતી, તો ભૂપેન્દ્ર તેની 13 વર્ષની બાળકીને દેહવ્યાપારમાં ધકેલી દેવાની ધમકી આપતો. સાથે જ બાળકોને મારી નાંખવાની ધમકી આપી યૌન શોષણ કરતો. પતિની ધમકીઓથી ભયભીત પીડિત મહિલા તમામ જુલ્મો ચુપચાપ સહન કરતી રહી. પછી તેણે હિમ્મત કરી એક મહિલા સંગઠનને પોતાની આપવીતી લેખિતમાં મોકલી. આ પછી પોલીસે તત્કાળ તપાસ શરૂ કરી દીદી છે. પોલીસ અધીક્ષક જયંત સિંહે જણાવ્યું કે કેસ નોંધી લેવાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X