For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યપ્રદેશઃ CM શિવરાજ પાસે છે રિવૉલ્વર, જાણો કયા નેતા પાસે કયુ છે હથિયાર?

મધ્યપ્રદેશમાં આ મહિનાના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા રાજ્યના મોટા ભાગના ઉમેદવારોએ ચૂંટણી પંચમાં પોતાની સંપત્તિનું સોગંદનામુ દાખલ કર્યું છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશમાં આ મહિનાના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા રાજ્યના મોટા ભાગના ઉમેદવારોએ ચૂંટણી પંચમાં પોતાની સંપત્તિનું સોગંદનામુ દાખલ કર્યું છે. આ સોગંદનામામાં ઉમેદવારો અંગેની ચોંકાવનારી વાતો સામે આવી રહી છે. નેતાઓ પાસે સંખ્યાબંધ બગીચા, ખેતર, બંગલા, મ્યુચ્યુઅલ ફંડ, ટેક્સ સેવિંગ બોન્ડ્સ, પશુધન અને કાર ઉપરાંત મોટી સંખ્યામાં હથિયાર રાખવા સહિતની માહિતી સામે આવી રહી છે. ચંબલ સાથે જોડાયેલી વિધાનસભામાં ઉમેદવારો પાસે હથિયારા ગોડાઉન છે. હકીકતમાં ચંબલ વિસ્તારમાં લાઈસન્સવાળા હથિયારને શાનનું પ્રતીક મનાય છે.

આ પણ વાંચો: શિવરાજસિંહથી બમણી અમીર છે તેમની પત્ની, આ નેતાઓની પત્નીઓ પણ કમાણીમાં આગળ

સીએમ શિવરાજ પાસે છે રિવોલ્વર

સીએમ શિવરાજ પાસે છે રિવોલ્વર

આ નેતાઓ પાસે ઓટોમેટિક પિસ્તોલ, રિવોલ્વર, રાઈફલ અને બીજા હથિયારોના લાઈસન્સ છે. જો વાત સીએમ શિવરાજસિંહ ચૌહાણની હોય તો તેમના નામે એક સાદી સી રિવોલ્વર છે જેની કિંમત 5500 રૂપિયા છે. તેમના હરીફ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ અરૂણ યાદવ પાસે એક લાખની કિંમતની રાઈફલ અને એક રિવોલ્વર છે. આ ઉપરાંત કેટલાક અન્ય પક્ષના નેતાઓ પાસે 10 હજાર રૂપિયાથી લઈને સાડાચાર લાખ રૂપિયા સુધીની કિંમતની પિસ્ટલ, રાઈફલ અને રિવોલ્વર જેવા હથિયાર છે.

કેટલાક મંત્રીઓ પાસે છે હથિયાર

કેટલાક મંત્રીઓ પાસે છે હથિયાર

ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે મોટાભાગના નેતાઓનું ગમતું હથિયાર રિવોલ્વર ચે. સંસદીય મામલાના મંત્રી નરોત્તમ મિશ્રા પાસે 75,000 રૂપિયા અને ગૃહ મંત્રી ભૂપેન્દ્ર સિંહ પાસે 65 હજાર રૂપિયાની રિવોલ્વર છે. પીડબલ્યુડી મંત્રી રામપાલ સિંહ પાસે 1.60 લાખની કિંમતની રિવોલ્વર, રાઈફલ અને 12 બોરની બંદૂક છે. કૃષિ મંત્રી ગૌરીશંકર બિસેન પાસે 85 હજાર રૂપિયાની રિવોલ્વર છે. તો બેઝિક શિક્ષણ પ્રધાન વિજય શાહે પોતાના ઉમેદવારી પત્રમાં એક રિવોલ્વર અને બે રાઈફલ દર્શાવી છે.

કેટલાક નેતાઓ પાસે છે 4-4 હથિયાર

કેટલાક નેતાઓ પાસે છે 4-4 હથિયાર

મંત્રી નારાયણસિંહ કુશવાહા પાસે 1.45 લાખ રૂપિયાના 2 હથિયાર છે. તો રાજ્ય મંત્રી શરદ જૈન પાસે 1 લાખ રૂપિયાની રિવોલ્વર છે. શિક્ષણ મંત્રી દીપક જોશી પાસે 83,500 રૂપિયાની કિંમતની એક રિવોલ્વર છે. તો કોંગ્રેના નેતા રામ નિવાસ રાવતે પણ પોતાના સોગંદનામામાં ત્રણ હથિયાર દર્શાવ્યા છે. રાજનગરના ધારાસભ્ય વિક્રમ સિંહ એક ડબર બેરલ, એક રાઈફલ અને એક મેગ્નમ સહિત 4 હથિયાર છે. આ તમામ હથિયાર હથિયારની કિંમત 4.5 લાખ રૂપિયા હોય છે.

કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદ સિંહ પાસે ત્રણ હથિયાર

કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદ સિંહ પાસે ત્રણ હથિયાર

તો લહારના કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદ સિંહ પાસે ત્રણ હથિયાર છે, જ્યારે પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા આરિફ અકીલ પાસે એક રાઈફલ અને એક પિસ્ટલ છે. આરિફ મસૂદ પાસે એક ડબલ બેરલ હથિયાર છે. વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર રાજેન્દ્રસિંહ પાસે એક રિવોલ્વર, એક સેમી ઓટોમેટિક કાર્બાઈન અને 315 બોરની રાઈફલ છે. ભિંડ વિધાનસભાન વિસ્તારમાં ભાજપના ચૌધરી રાકેશ સિંહ પાસે 315 બોરની એક રાઈફલ અને 12 બોરની બ્રાઉનિંગ રાઈફલ છે. બસપાના ઉમેદવાર સંજીવસિંહ કુશવાહા ઉર્ફે સંજુ પાસે 2 રિવોલ્વર અને એક 12 બોરની ડબલ બેરલ રાઈફલ છે. સપાના ઉમેદવાર નરેન્દ્રસિંહ કુશવાહ પાસે એક માઉઝર બંદૂક છે. કોંગ્રેસના ડૉ. રમેશ દુબે પાસે એક પિસ્ટલ અને 12 બોરની બંદૂક છે. મેહગાંવના ભાજપના ઉમેદવાર રાજેશ શુક્લા પાસે એક રિવોલ્વર છે, ગોહદમાં ભાજપના ઉમેદવાર લાલસિંહ આર્ય પાસે એક પિસ્ટલ છે. તો અટેરમાં ભાજપના અરવિંદસિંહ ભદૌરિયા પાસે એક પિસ્ટલ અને એક રાઈફલ છે.

English summary
know which politition has which weapon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X