For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેલકમ સ્પીચમાં સિંધિયાને ‘વિભીષણ' બોલી ગયા શિવરાજ, કોંગ્રેસે કર્યો કટાક્ષ

શિવરાજ સિંહ ચૌહાણે પણ સિંધિયાની જોરદાર પ્રશંસા કરી પરંતુ આ વેલકમ સ્પીચ દરમિયાન તેમનાથી એક ભૂલ થઈ ગઈ.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ સાથે સંબંધ તોડીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય જનતા પાર્ટીનો પાલવ પકડી લીધો છે. ભાજપમાં શામેલ થયા બાદ તે ગુરુવારે મોડી સાંજે ભોપાલ પહોંચ્યા. ભોપાલમાં ભાજપ કાર્યકર્તાઓએ તેમનુ જોરદાર સ્વાગત કર્યુ. ભાજપ કાર્યકર્તાઓ સાથે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જ્યોતિરાદિત્ય સિંધિયાના સ્વાગત સમારંભની આગેવાની કરી. જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા ભાજપ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા તેવા તેમના નામના નારા લગાવવામાં આવ્યા. ફૂલો સાથે તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ.

સિંધિયાનુ ભાજપમાં જોરદાર સ્વાગત

સિંધિયાનુ ભાજપમાં જોરદાર સ્વાગત

સિંધિયાએ ભાજપ કાર્યકર્તાઓનો આ સ્વાગત માટે આભાર માન્યો. તેમને સંબોધિત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો. વળી, શિવરાજ સિંહ ચૌહાણે પણ સિંધિયાની જોરદાર પ્રશંસા કરી પરંતુ આ વેલકમ સ્પીચ દરમિયાન તેમનાથી એક ભૂલ થઈ ગઈ. કમલનાથ સરકાર પર નિશાન સાધીને શિવરાજ સિંહ ચૌહાણ જ્યોતિરાદિત્ય સિંધિયાની તુલના વિભીષણ સાથે કરી બેઠા.

વિભીષણ સાથે તુલના કરી બેઠા શિવરાજ

વિભીષણ સાથે તુલના કરી બેઠા શિવરાજ

સ્વાગત ભાષણમાં તેમણે મંચ પરથી સંબોધન આપતા કહ્યુ કે આજે આપણે એ સંકલ્પ કરીએ કે પાપની, અત્યાચારની, અન્યાયની ભ્રષ્ટાચારની આ લંકાને જ્યાં સુધી બાળીને રાખ ન કરી દઈએ ચૂપ નહિ બેસીએ. તેમણે આગળ કહ્યુ કે જો રાવણની લંકા સંપૂર્ણપણે સળગાવવી હોય તો વિભીષણની જરૂર હોય છે. મારા ભાઈ અને જ્યોતિરાદિત્ય સિંધિયાજી આપણી સાથે છે મળીને લડીશુ અને તેમને ધરાશાયી કરીશુ.

કોંગ્રેસે કર્યો કટાક્ષ

કોંગ્રેસે કર્યો કટાક્ષ

સિંધિયા માટે વિભીષણ શબ્દનો ઉપયોગ કરાયા બાદ કોંગ્રેસે કટાક્ષ કર્યો અને ટ્વિટ કરીને સિંધિયાની મજાક બનાવી. કોંગ્રેસ સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ શિવરાજની આ વેલકમ સ્પીચ પર ખૂબ જ મજાક ઉડી રહી છે. કોંગ્રેસે કટાક્ષ કરીને કહ્યુ કે શિવરાજે ફરીથી કર્યો સિંધિયા પર હુમલો. હવે ગણાવ્યો રાવણના પરિવારનો. કેટલી બેશરમીથી શિવરાજજી નવા ભાજપ નેતા સિંધિયાને વિભીષણ બતાવી રહ્યા છે. કોંગ્રેસે શિવરાજ સિંહ સાથે સાથે સિંધિયા પર પણ નિશાન સાધ્યુ અને લખ્યુ કે જુઓ કેવી રીતે સમ્માનની પરિભાષા બદલાઈ ગઈ. લોકો વિભીષણ કહીને હસી રહ્યા છે. કોંગ્રેસે વીડિયો જારી કરીને સિંધિયા અને શિવરાજ પર નિશાન સાધ્યુ છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસથી ભારતમાં પહેલું મોત, 76 વર્ષીય વૃદ્ધે દમ તોડ્યોઆ પણ વાંચોઃ કોરોના વાયરસથી ભારતમાં પહેલું મોત, 76 વર્ષીય વૃદ્ધે દમ તોડ્યો

English summary
Madhya Pradesh: Shivran singh Chauhan likens Jyotiraditya Scindia to 'Vibhishan' in his welcome Speech in Bhopal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X