For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મદુરાઈઃ ચિથિરઈ ઉત્સવ દરમિયાન ભીડ થઈ અનિયંત્રિત, નાસભાગમાં બે લોકોના મોત, ઘણા ઘાયલ

તમિલનાડુના મદુરાઈમાં ચિથિરઈ ઉત્સવ દરમિયાન ભક્તોની ભારે ભીડ ઉમટી પડી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ તમિલનાડુના મદુરાઈમાં ચિથિરઈ ઉત્સવ દરમિયાન ભક્તોની ભારે ભીડ ઉમટી પડી. બધા ભક્તો વેગઈ નદીમાં ભગવાન કલ્લાઝગરના પ્રવેશને જોવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ભીડ અનિયંત્રિત થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ. આ દૂર્ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા. જ્યારે ઘણા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા જેમનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.

madurai

મદુરાઈમાં ચિથિરઈ ઉત્સવના સમાપનના પ્રસંગે ભક્તો વેગઈ નદીમાં ભગવાન કલ્લાઝગરના પ્રવેશને જોવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ભીડ અનિયંત્રિત થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ. આ નાસભાગમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા જેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. મદુરાઈ સરકારી હોસ્પિટલના ડીન એ રથિનવેલે જણાવ્યુ કે નાસભાગમાં બે લોકોના મોત થઈ ગયા છે. વળી, એક યુનક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો.

આ દૂર્ઘટના બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. વળી, મુખ્યમંત્રી રાહતકોશમાંથી બંને મૃતકોના પરિવારના 5 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઘાયલ 7 લોકોને 1 લાખ રૂપિયા આપવાના આદેશ આપ્યા છે.

12 દિવસીય વાર્ષિક ચિથિરાઈ બ્રહ્મોત્સવ ઉત્સવની શરુઆત 5 એપ્રિલે થઈ હતી અને આજે આ ઉત્સવનુ સમાપન થઈ ગયુ. તમને જણાવી દઈએ કે વિશ્વ પ્રસિદ્ધ શ્રી મીનાક્ષી સુંદરેશ્વર મંદિરમાં ગુરુવારે ભગવાન સુંદરેશ્વર સાથે દેવી મીનાક્ષીનુ સુપ્રસિદ્ધ થિરુક્કલ્યાણમ દિવ્ય વિવાહ પૂરા ધાર્મિક ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો હતો. આ દિવ્ય વિવાહ દરમિયાન મંદિર પરિસરનો ફૂલોથી સજાવવામાં આવ્યા હતા.

આ દિવ્ય વિવાહ 12 દિવસો સુધી ચાલતો વાર્ષિક ચિથિરાઈ બ્રહ્મોત્સવ પર્વનો હિસ્સો છે. આ દિવ્ય વિવાહ બાદ મોટી સંખ્યામાં મહિલા શ્રદ્ધાળુઓ પોતાના મંગળસૂત્રોને બદલે છે. દિવ્ય વિવાહ બાદ દેવી મીનાક્ષી અને ભગવાન સુંદરેશ્વરને સાર્વજનિક દર્શન માટે થિરુક્કલ્યાણમ મંડપમાં રાખવામાં આવ્યા અને પછી ચાંદીના હાથી પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

English summary
Madurai stampede: Two people lost life in the rush during entry of Lord Kallazhagar into the Vaigai River
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X