મહારાષ્ટ્રમાં ભૂકંપના ઝાટકા, કોયના ડેમ હતું કેન્દ્ર
મહારાષ્ટ્રના પુના અને કોલ્હાપુર સહિતના કેટલાક શહેરોમાં શનિવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મહારાષ્ટ્રના કોયનામાં શનિવારે રાત્રે લગભગ 11.44 વાગ્યે ભૂકંપના તીવ્ર ઝાટકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 4.8 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મહારાષ્ટ્ર રાજ્યનું કોયના ડેમ કહેવાઇ રહ્યું છે. પુના, કોલ્હાપુર સહિત ઘણા શહેરોમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆરમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા, તે સમયે ભૂકંપની તીવ્રતા 4.7 હતી.

દિલ્હી-એનસીઆરમાં આવેલ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર હતું. એ ભૂકંપમાં જાનમાલને હાનિ થઇ હોવાના કોઇ સમાચાર નહોતા. કોયના, મહારાષ્ટ્રમાં આવેલ ભૂકંપમાં પણ જાનમાલને હાનિ થઇ હોવાના કોઇ સમાચાર નથી. ગત મહિને પણ કોયના વિસ્તારમાં ભૂકંપના હળવા ઝાટકા અનુભવાયા હતા.












Click it and Unblock the Notifications
