For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહંત નરેન્દ્ર ગિરી ભણેલા હોવાના પુરાવા આવ્યા સામે, અભણ હોવાનો દાવો નીકળ્યો ખોટો

સુસાઈડ નોટ સામે આવ્યા બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે નરેન્દ્ર ગિરી ભણેલા નહોતા, તેમના લખતા આવડતુ જ નહોતુ. જાણો સચ્ચાઈ.

|
Google Oneindia Gujarati News

પ્રયાગરાજઃ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનુ મોત ભલે ફાંસી લાગવાથી દમ ઘૂટવાના કારણે જણાવવામાં આવી રહ્યુ હોય પરંતુ એવી ઘણી વાતો છે જે સવાલ ઉઠાવી રહી છે. આ દરમિયાન એક મોટુ સત્ય સામે આવ્યુ છે. વાસ્તવમાં, સુસાઈડ નોટ સામે આવ્યા બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે નરેન્દ્ર ગિરી ભણેલા નહોતા, તેમના લખતા આવડતુ જ નહોતુ. આ દાવાને ખોટો સાબિત કરતુ એક સર્ટિફિકેટ હવે સામે આવ્યુ છે. આ સર્ટિફિકેટ મહંત નરેન્દ્ર ગિરીના હાઈસ્કૂલનુ છે. આ સર્ટિફિકેટ મુજબ મહંત નરેન્દ્ર ગિરીએ હાઈસ્કૂલની પરીક્ષા સેકન્ડ ડિવિઝનથી પાસ કરી હતી.

narendra giri

મઠમાં મૃત મળ્યા હતા મહંત નરેન્દ્ર ગિરી

પ્રયાગરાજના બાઘંબરી મઠના રૂમમાં સોમવારની સાંજે મહંત નરેન્દ્ર ગિરી મૃત મળી આવ્યા હતા. તેમનુ શબ પંખાથી લટકેલુ મળ્યુ હતુ. પોલિસને રૂમમાં એક સુસાઈડ નોટ મળી જેમાં આનંદ ગિરી, આદ્યા તિવારી અને સંદીપ તિવારીનો ઉલ્લેખ હતો. સુસાઈડ નોટના આધારે પોલિસે આનંદ ગિરી, આદ્યા તિવારી અને અન્યને પોલિસ કસ્ટડીમાં લઈને કોર્ટમાં હાજર કર્યા. પ્રયાગરાજની સીજેએમ કોર્ટે બુધવારે ત્રણે આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. આ પહેલા મહંત નરેન્દ્ર ગિરીની ઈચ્છા મુજબ મઠમાં જ તેને ભૂ-સમાધિ આપવામાં આવી. આ દરમિયાન તેમના શિષ્ય બલબીર ગિરિ સહિત ઘણા સાધુ સંતો હાજર રહ્યા.

મહંત નરેન્દ્ર ગિરીના મામાએ જણાવી આ વાતો

નરેન્દ્ર ગિરીને અંતિમ વિદાય ભેલ આપવામાં આવી દીધી હોય પરંતુ તેમના મોતને લઈને વિવિધ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન એ પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે નરેન્દ્ર ગિરી ભણેલા નહોતા તો સુસાઈડ નોટ કેવી રીતે લખી શકે છે? આ દાવાને લઈને નરેન્દ્ર ગિરીના મામા પ્રોફેસર મહેશ સિંહે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં ખુલાસો કર્યો છે. નરેન્દ્ર ગિરીના મામાએ જણાવ્યુ કે નરેન્દ્ર ગિરીએ 1978માં સેકન્ડ ડિવિઝનથી હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ 1979-80માં કોઑપરેટીવ બેંકમાં નોકરી પણ કરી. નરેન્દ્ર ગિરી જોનપુર જિલ્લામાં કોઑપરેટીવ બેંકમાં ક્લાર્કની પોસ્ટ પર કામ કરતા હતા.

યોગી સરકારે કરી સીબીઆઈ તપાસની ભલામણ

તમને જણાવી દઈએ કે યુપી સરકારે મહંત નરેન્દ્ર ગિરી સુસાઈડ કેસની તપાસ સીબીઆઈને કરાવવાની ભલામણ કરી છે. બુધવારે ગૃહ વિભાગે ટ્વિટ કર્યુ, 'પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીજીના દુઃખદ મૃત્યુ સાથે જોડાયેલા પ્રકરણની મુખ્યમંત્રીના આદેશ પર સીબીઆઈ પાસે તપાસ કરાવવાની રજૂઆત કરવામાં આવી.'

English summary
Mahant Narendra Giri passed high school with second devision
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X