For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં 11 દિવસના આંકડાએ વધારી ચિંતા, એક્સપર્ટે કહ્યુ - કોરોનાનો આ ટ્રેન્ડ ખતરનાક

કોરોના વાયરસ મહામારીની બીજી લહેર વચ્ચે મહારાષ્ટ્રમાં સંક્રમણના સતત વધતા આંકડાએ વિશેષજ્ઞોની ચિંતાઓ વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીની બીજી લહેર વચ્ચે મહારાષ્ટ્રમાં સંક્રમણના સતત વધતા આંકડાએ વિશેષજ્ઞોની ચિંતાઓ વધારી દીધી છે. વાસ્તવમાં જુલાઈના પહેલા 11 દિવસો દરમિયાન જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 88130 કેસ સામે આવી ચૂક્યા છે. વળી, બીજી લહેર દરમિયાન દેશની રાજધાની દિલ્લીમાં જ્યાં 25000 સુધી કેસ રેકૉર્ડ કરવામાં આવ્યા, ત્યાં 1થી 11 જુલાઈ વચ્ચે કોરોના વાયરસના માત્ર 870 નવા કેસ મળ્યા છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે મહામારીની પહેલી બે લહેરો દરમિયાન પણ મહારાષ્ટ્રમાં આ પ્રકારનો ટ્રેન્ડ દેખાયો હતો અને કોરોનાના સતત વધતા કેસો રાજ્યમાં ત્રીજી લહેરનુ જોખમ પેદા કરી શકે છે.

કોલ્હાપુરમાં કેમ વધી રહ્યા છે કેસ?

કોલ્હાપુરમાં કેમ વધી રહ્યા છે કેસ?

ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાાં છેલ્લા બે સપ્તાહમાં કોરોના વાયરસના 3000 કેસ સામે આવ્યા છે જ્યારે મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસોથી આ સંખ્યા 600થી પણ ઓછી છે. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ આ અંગે જણાવ્યુ કે કોલ્હાપુરની સ્થિતિ એકદમ અલગ છે કારણકે ત્યાં રસીકરણના ટકા અને પૉઝિટિવિટી રેટ બંને સૌથી વધુ છે.

વધતા કેસો પર કોવિડ ટાસ્ક ફોર્સે શું કહ્યુ

વધતા કેસો પર કોવિડ ટાસ્ક ફોર્સે શું કહ્યુ

ડૉ. શશાંક જોશીએ કહ્યુ, 'સંક્રમણના કેસો ન ઘટવા પાછલ કોરોના રસીકરણની ધીમી ગતિ, કોવિડ પ્રોટોકૉલ માનવામાં લોકોની બેદરકારી અને ડેલ્ટા વેરિઅંટ સૌથી મોટા કારણો છે. કોઈને કોઈ કારણથી લોકો ઘરમાંથી બહાર નીકળે જ છે અને ડબલ માસ્કિંગ સાથે સોશિયલ ડિસ્ટંસીંગ ના અપનાવવાના કારણે વાયરસને શરીરમાં એન્ટ્રી કરવાનો મોકો મળે છે.'

'વાયરસ હજુ પણ આપણી વચ્ચે હાજર'

'વાયરસ હજુ પણ આપણી વચ્ચે હાજર'

વળી, ફોર્ટિસ હીરાનંદાની હોસ્પિટલના ચીફ ઈંટેંસિવિસ્ટ ડૉ. ચંદ્રશેખર ટીએ જણાવ્યુ, 'કોરોના મહામારીની બીજી લહેર જ્યારે ધીમી પડી તો મુંબઈ અને મહારાષ્ટ્રમાં સંક્રમણના કેસોની સંખ્યા ઘણી ઓછી હતી પરંતુ જુલાઈના પહેલા 10 દિવસો દરમિયાન આ સંખ્યા વધી છે જે ઘણી ચિંતાજનક છે.' વિશેષજ્ઞોનુ કહેવુ છે કે જો મહારાષ્ટ્રના અલગ-અલગ જિલ્લામાં કોરોના વાયરસનો ગ્રાફ જોઈએ તો જાણવા મળે છે કે વાયરસ હજુ પણ આપણી વચ્ચે હાજર છે. જો કે, કેરળ દેશમાં એકલુ એવુ રાજ્ય છે જ્યાં આ દરમિયાન કોરોના કેસોના કેસ મહારાષ્ટ્રથી ઘણા વધુ મળ્યા છે. 1 જુલાઈથી 10 જુલાઈ વચ્ચે કેરળમાં કોરોનાના 1,28,951 કેસ નોંધાયા છે.

English summary
Maharashtra 11 days data of increased coronavirus is dangerous said experts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X