એક કલાકમાં સતત 3 ભૂકંપના ઝટકાથી હલ્યુ નાસિક શહેર
મહારાષ્ટ્રના નાસિકમાં મંગળવારે એક કલાકમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા.
મુંબઈઃ મહારાષ્ટ્રના નાસિકમાં મંગળવારે એક કલાકમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. સારી વાત એ છે કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી આ આંચકાઓમાં કોઈ નુકસાન થયુ નથી. પરંતુ એક કલાકમાં જ ત્રણ ભૂકંપના આફ્ટરશોક્સે લોકોને ભયભીત કરવાનુ કામ ચોક્કસપણે કર્યુ. આ ભૂકંપનુ કેન્દ્ર નાસિક વેધશાળાથી 16-20 કિમી દૂર ડિંડોરી તાલુકામાં હતુ. પ્રથમ ભૂકંપનો આંચકો સાંજે 6.58 કલાકે, બીજો 9.34 કલાકે અને ત્રીજો 9.42 કલાકે અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેમની તીવ્રતા 3.4, 2.1 અને 1.9 નોંધવામાં આવી હતી. ડિંડોરી ગામની આસપાસ પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જો કે આ ભૂકંપમાં કોઈ જાન-માલનુ નુકસાન થયુ નથી.













Click it and Unblock the Notifications
