મહારાષ્ટ્રમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 2ના મોત, 5 લોકો હજુ પણ દબાયા હોવાની આશંકા
મહારાષ્ટ્રના ભિવંડીમાં એક દર્દનાક દૂર્ઘટના બની છે. અહીંના શાંતિ નગર વિસ્તારમાં એક ચાર માળની ઈમારત પડી ગઈ.
મહારાષ્ટ્રના ભિવંડીમાં એક દર્દનાક દૂર્ઘટના બની છે. અહીંના શાંતિ નગર વિસ્તારમાં એક ચાર માળની ઈમારત પડી ગઈ. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 5 લોકોને સુરક્ષિત રીતે કાટમાળમાંથી કાઢવામાં આવી ચૂક્યા છે. દૂર્ઘટનામાં ઘાયલ લોકોને પાસેની IGM હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઈમારતના કાટમાળમાં હજુ પણ 5 લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વળી, આ દૂર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે. એક મૃતકની ઓળખ 28 વર્ષના શિરાજ અન્સારી તરીકે થઈ છે. મોડી રાતે બિલ્ડીંગનું કોલમ ફાટવા લાગ્યુ હતુ. લોકો બિલ્ડીંગ ખાલી કરે તે પહેલા આ દૂર્ઘટના બની ગઈ. લોકોના નીકળતા પહેલા બિલ્ડીંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. પોલિસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને તમામ રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે.
Maharashtra: A four-storey building collapsed in Shanti Nagar area of Bhiwandi. 4 people have been rescued and several feared trapped. Rescue operations underway. More details awaited. pic.twitter.com/OAExE5STFn
— ANI (@ANI) 23 August 2019
બિલ્ડીંગ છ વર્ષ જૂનુ બતાવવામાં આવી રહ્યુ છે. લોકોને બચાવવાનું કામ ચાલુ છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ મુંબઈના ડોંગરી વિસ્તારમાં પણ એક બિલ્ડીંદ ધરાશાયી થઈ જતા 14 લોકોના મોત નીપજ્યા હતા. આ દરમિયાન બચાવ દળે લગભગ 72 કલાક રેસ્ક્યુ ઑપરેશન કરીને 23 લોકોને બિલ્ડીંગના કાટમાળમાં સુરક્ષિત બહાર કાઢ્યા હતા.












Click it and Unblock the Notifications
