Maharashtra assembly election 2024: ગુજરાત વિશે આ શું બોલી ગયા ઉદ્ધવ ઠાકરે? હિન્દુત્વ મુદ્દે RSSને કર્યા સવાલ
Maharashtra assembly election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. આ વચ્ચે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપપ્રત્યારોપની રમત રમી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા પર આરોપ લગાવવા હવે સમાન્ય વાત થઈ ગઈ છે.
શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની ભાજપ અને મહાયુતિ સરકાર પર સતત આકરા પ્રહારો કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા મહાયુતિ અને મહા વિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ઘેર્યું છે અને દાવો કર્યો છે કે, એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ મુંબઈના તમામ પ્રોજેક્ટ ગુજરાતને ફાળવી દેવામાં આવ્યા છે.
આ સાથે ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવેદનમાં આરએસએએસ ચીફ મોહન ભાગવતને બીજેપીના હિન્દુત્વને લઈને સવાલો પણ કર્યા હતા. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, તેમની લડાઈ મહારાષ્ટ્રની લૂંટ સામે છે.
મહારાષ્ટ્રના રામટેક શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવા માટે એક સભાને સંબોધતા, ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો હતો કે, એકનાથ શિંદેના કહેવા પર મુંબઈનું નાણાકીય હબ ગુજરાતમાં ખસેડવામાં આવ્યું હતું.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, અમિત શાહ તેમને અને શરદ પવારને ખતમ કરવા માટે દિલ્હીથી આવી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, જ્યારે હું મુખ્યપ્રધાન હતો, ત્યારે તમે એક પણ સમાચાર સાંભળ્યા હતા કે, અહીંથી કોઈ પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો છે? આ મિંડે મુખ્યપ્રધાન બન્યા ત્યારથી છેલ્લા અઢી વર્ષમાં ઘણું બધું થયું છે. તમામ ઉદ્યોગો ગુજરાતમાં ખસેડવામાં આવી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ આક્ષેપ કર્યો હતો કે, મહારાષ્ટ્ર છેલ્લા બે વર્ષમાં પ્રોજેક્ટ અને ઉદ્યોગો મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. આ સાથે તેમણે અમિત શાહ પર તેમને અને NCP (SCP) નેતા શરદ પવારને નાબૂદ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
શિવસેના યુટીબી ચીફ ઠાકરેએ આરએસએસ ચીફને સવાલ કરતા જણાવ્યું હતું કે, મોહન ભાગવત જી, શું તમે ભાજપના હિંદુત્વ સાથે સહમત છો? આ ભાજપમાં ગુંડાઓ આવે છે, ભ્રષ્ટ લોકો આવે છે. શું તમે આ સાથે સહમત છો?
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, અમિત શાહ શરદ પવારને ખતમ કરવા આવી રહ્યા છો, શું તમે અમને ખતમ કરવા દો છો, અમિત શાહને નહીં મારા લોકો જ ખતમ કરી શકે છે.












Click it and Unblock the Notifications
