For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra Bandh:દિલ્હીમાં મહારાષ્ટ્ર સદન બહાર JNUSUનું પ્રદર્શન

પુણે જિલ્લામાં ભીમા-કોરેગાંવની લડાઇની 200મી વરસી પર આયોજિત એક કાર્યક્રમમાં બે જૂથો વચ્ચે ભડકેલી હિંસાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. આ હિંસામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે

By Shachi
|
Google Oneindia Gujarati News

પુણે જિલ્લામાં ભીમા-કોરેગાંવની લડાઇની 200મી વરસી પર આયોજિત એક કાર્યક્રમમાં બે જૂથો વચ્ચે ભડકેલી હિંસાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. આ હિંસામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હિંસાની અસર મહારાષ્ટ્રના બીજા વિસ્તારો પર પણ થઇ છે, મંગળવારે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બસોમાં તોડફોડ થઇ છે. મુંબઇ પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ મામલે 100થી વધુ લોકોને અલગ-અલગ વિસ્તારોની ધરપકડ કરવામાં આવી છે. ભારિપ બહુજન મહાસંઘના નેતા પ્રકાશ આંબેડકરે બુધવારે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી હતી.

Mumbai

મુખ્ય અપડેટ્સ:

  • દિલ્હીના મહારાષ્ટ્ર સદન સામે લેફ્ટ વિંગ જેએનયૂએસયૂના વિદ્યાર્થીઓએ મહારાષ્ટ્રમાં થઇ રહેલ હિંસાના વિરોધમાં પ્રદર્શન કર્યું
  • થોડા દિવસ પહેલા જ શરૂ થયેલ એસી લોકલ ટ્રેનને આખા દિવસ માટે બંધ કરવામાં આવી.
  • મુંબઇના એનએમ જોશી માર્ગ પર દબાણપૂર્વક દુકાનો બંધ કરવામાં આવી
  • પવઇમાં બીડ દ્વારા બેસ્ટ બસો પર હુમલો. આ પહેલાં કોલિવાડામાં પણ 2 મ્યૂનિસિપલ ટ્રાન્સપોર્ટની બસો અને એક ઓટો રિક્ષા પર હુમલો, 4 મુસાફરો ઘાયલ
  • પ્રદર્શનકર્તાઓએ ઘાટકોપર અને અસલફામાં મેટ્રો સેવાઓ રોકી
  • આ રૂટ પર નહીં ચાલે બસો - કાંદીવલી-અકુર્લી, ડિંડોશી-હનુમાન નગર, ચાંદીવલી-સંઘર્ષ નગર, ખૈરાની રોડ-સાકીનાકા, સાહર કાર્ગો,મુલુંડ ચેક નાકા, જીજામાત નગર
  • બેસ્ટની 15 બસોમાં તોડફોડ
  • દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનની સુરક્ષા વધારવામાં આવી
  • મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર પર યાતાયાત પ્રભાવિત
  • મુંબઇમાં પ્રદર્શનકર્તાઓએ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે કર્યો બ્લોક
  • નાલાસોપારામાં રેલવે ટ્રેક પર ઉતર્યા પ્રદર્શનકર્તાઓ
  • હિંસા રોકવા માટે રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સની 30 કંપનીઓ ખડેપગે હાજર
  • ઔરંગાબાગમાં ઇન્ટરનેટ સેવા બંધ
  • કેટલાક પ્રદર્શનકર્તાઓએ થાણેમાં રેલ સેવા રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આરપીએફ અને જીઆરપી અધિકારીઓએ સ્થિતિ સંભાળી લીધી: CPRO સેન્ટ્રલ રેલવે
  • પ્રદર્શનને કારણે યાતાયાતમાં મુશ્કેલી આવતા મુંબઇના ડબ્બાવાળાઓએ પણ બુધવારે સેવા નહીં આપવાનો નિર્ણય લીધો છે.
  • હિંસાને કારણે થાણેમાં 4 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ
  • પાલઘરમાં બસ સેવા ઠપ્પ, પાલઘર રેલવે સ્ટેશન પર કેન્ટિન પણ બંધ
English summary
Dalit groups have called for a state-wide bandh today, while the Bahujan Samaj Party (BSP) has sought a debate in the Rajya Sabha over the incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X