મહારાષ્ટ્રઃ BJPને ઝટકો, એનસીપીમાં શામેલ થશે પૂર્વ મહેસૂલ મંત્રી એકનાથ ખડસે

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મહેસૂલ મંત્રી એકનાથ ખડસે હવે એનસીપીમાં જોડાવા જઈ રહ્યા છે. આ વિશેની માહિતી એનસીપી નેતા અને મહારાષ્ટ્રના મંત્રી જયંત પાટિલે પોતાના એક નિવેદનમાં આપી. જયંત પાટિલે કહ્યુ કે, 'એકનાથ ખડસેએ વર્ષો સુધી મહારાષ્ટ્રમાં ભાજપને આગળ વધારવાનુ કામ કર્યુ, મને સૂચિત કરવામાં આવ્યુ છે કે ભાજપ નેતા એકનાથ ખડસેએ પોતાની પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. અમે તેમને એનસીપી(રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)માં શામેલ કરવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે બપોરે 2 વાગે તેમને ઔપચારિક રીતે એનસીપીનુ સભ્યપદ આપવામાં આવશે.'

khadse

જયંત પાટિલના દાવા બાદથી મહારાષ્ટ્ર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ ખડસેના સમર્થકોએ તેમના એનસીપીમાં શામેલ થતા પહેલા જ પૂર્વ ભાજપ મંત્રીના ગૃહ ક્ષેત્ર જલગાંવ-મુક્તાઈ નગરમાં મોટા મોટા બેનર લગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ અનુસાર એકનાથ ખડસે ઘણા સમયથી પાર્ટીની અંદર ખુદને ઉપેક્ષિત અનુભવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ગોપીનાથ મુંડેના નિધન બાદ એકનાથ ખડસે જ રાજ્યમાં ભાજપનો મોટો ચહેરો માનવામાં આવતા હતા. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ખડસે આજે(મંગલવાર) સાંજે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને પોતાના રાજીનામાનુ એલાન કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X