For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ આજે : શિવસેનાના 12 મંત્રીઓ શપથ લેશે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 5 ડિસેમ્બર : મહારાષ્ટ્રમાં માત્ર 34 દિવસ જુની ભાજપના દેવેન્દ્ર ફડનવીસની સરકાર આજે તેના મંત્રીમંડળનું પ્રથમવાર વિસ્તરણ કરવા જઇ રહી છે. આજે સામેલ થનારા નવા પ્રધાનોમાં શિવસેનાના 12 અને ભાજપના 10 પ્રધાનો મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદમાં શપથ લેશે.

Maharashtra

શિવસેનાના કયા કયા સભ્યો મંત્રી બનશે?
શિવસેનામાંથી એકનાથ શિંદે, રામદાસ કદમ, સુભાષ દેસાઇ, દિવાકર રાવતે અને દીપક સાવંત કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે. આ ઉપરાંત પાર્ટીના પાંચ ધારાસભ્યો રાજ્યમંત્રી બનશે. તેમાં રવિન્દ્ર વાઇકર, સંજય રાઠોડ, વિજય શિવતરે, દીપક કેસાકર અને રાજેશ ક્ષીરસારગનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ફડનવીસ સરકારમાં શિવસેના ઉપમુખ્યમંત્રીનું પદ પણ ઇચ્છતા હતા, પરંતુ તેની માંગ પુરી થઇ નથી. જો કે ફડનવીસે શિવસેનાને આપનારા વિભાગોનો ખુલાસો કર્યો નથી. જો કે શિવસેનાની નજર ગૃહ વિભાગ પર રહેલી છે. જેનો પ્રભાર મુખ્યમંત્રી પાસે છે.

શિવસેનાએ વિધાનસભા ચૂંટણીઓ પહેલા 25 વર્ષ પહેલાનું જુનું ગઠબંધન તોડ્યાના 70 દિવસ બાદ મુખ્યમંત્રીએ શિવસેનાના નેતાઓ સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકોની અપેક્ષા છે કે ભાજપ અને શિવસેનાએ સાથે મળીને સરકારનો હિસ્સો હોવો જોઇએ.

English summary
Maharashtra :cabinet expansion today; 12 Shiv Sena ministers to be sworn in
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X