For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ, એમાં કોઈ શંકા નથી કે અમે ફરીથી સરકાર બનાવી રહ્યા છે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી જતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કૉન્ફરન્સ કરીને જનતાનો આભાર માન્યો છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ગઠબંધનને જનતાએ સ્વીકારીને પૂર્ણ બહુમત આપી દીધો છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કૉન્ફરન્સ કરીને જનતાનો આભાર માન્યો. સાથે જ ફડણવીસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો પણ ચૂંટણીમાં માગદર્શન અને સમર્થન માટે આભાર માન્યો છે.

Devendra Fadnavis

મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે એમાં કોઈ શંકા નથી કે અમે ફરીથી સરકાર બનાવી રહ્યા છે. હું મહારાષ્ટ્રની જનતાને વિશ્વાસ અપાવુ છુ કે અમારી સરકાર તમારી બધી આશાઓ પર ખરી ઉતરશે અને અમે ગઈ વખતની વધુ સારુ કામ કરીશુ. દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે મહારાષ્ટ્રમાં ભાજપના વોટશેરમાં 26 ટકાનો વધારો થયો છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે જો મહારાષ્ટ્રમાં જીતનારી પાર્ટીના વોટશેર જોઈએ તો અમારા ગઠબંધનની સ્ટ્રાઈક રેટ સૌથી સારી રહી છે. તેમણે જણાવ્યુ કે આ ઉજવણી કરવાનો સમય છે નહિ કે વિશ્લેષણ કરવાનો. અમે ગઈ વખતે 260 સીટો પર લડાઈ લડી હતી અને આ વખતે 150 સીટો પર લડ્યા છે જેમાંથી 105 સીટો પર અમે જીત મેળવી છે, અમારી સ્ટ્રાઈક રેટ હવે 70 ટકા છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવતા સાથે જ શિવસેનાએ સહયોગી ભાજપને આંખો બતાવવાનુ શરૂ કરી દીધુ છે. શિવસેના સરકાર બનાવવાની ફોર્મ્યુલા 50-50 પર નક્કી કરવાના મૂડમાં જણાઈ રહી છે. વળી, ઠાકરે પરિવારના પહેલા ધારાસભ્ય આદિત્ય ઠાકરેની જીતથી ઠાકરે પરિવારને પહેલા ધારાસભ્ય મળ્યા છે. વર્લીથી આદિત્ય ઠાકરેએ જીત મેળવી છે.

આ પણ વાંચોઃ VIDEO: હરિયાણાની ચૂંટણીના પરિણામો પર પ્રિયંકા ગાંધીએ શું કહ્યુઆ પણ વાંચોઃ VIDEO: હરિયાણાની ચૂંટણીના પરિણામો પર પ્રિયંકા ગાંધીએ શું કહ્યુ

English summary
Maharashtra CM Devendra Fadnavis said no doubts that our government will come again
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X