For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રગ્ઝ મામલે ઉદ્ધવ ઠાકરેનો કટાક્ષ, કહ્યુ - સેલિબ્રિટીને પકડો અને ફોટો પડાવો, ઢોલ વગડાવો...

ડ્રગ્ઝ મામલે વારંવાર રાજ્યનુ નામ શામેલ કરાતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુસ્સો વ્યક્ત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ ડ્રગ્ઝ મામલે આર્યન ખાનનુ નામ જોડાયા બાદ મહારાષ્ટ્ર એક વાર ફરીથી ચર્ચામાં છે. એક વાર ફરીથી ડ્ર્ગ્ઝ મામલે મહારાષ્ટ્રનુ નામ શામેલ કરવામાં આવ્યુ છે. ડ્રગ્ઝ મામલે વારંવાર રાજ્યનુ નામ શામેલ કરાતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. ડ્રગ્ઝ મામલે મહારાષ્ટ્રનુ નામ બદનામ થવાથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ખાસ્સા નારાજ છે અને તેમની આ નારાજગી ત્યારે સામે આવી જ્યારે તેમણે આર્યન કેસમાં એનસીબીનુ નામ લીધા વિના કટાક્ષ કરીને કહ્યુ કે તે એક ચપટી ગાંજીની પાછળ પડ્યા છે, સેલિબ્રિટીને પકડો અને ફોટો પડાવો... તમે કોઈ એક સેલિબ્રિટીને પકડો છો, ફોટો પડાવો છે અને સાથે ઢોલ પણ વગાડો છો.

Uddhav Thackeray

દશેરા મહારેલી દરમિયાન તેમણે કહ્યુ કે અમારી મુંબઈ પોલિસ પણ સારુ કામ કરી રહી છે. અમારી પોલિસ કરોડોની ડ્ર્ગ્ઝ પકડે છે પરંતુ ક્યારેય ઢોલ નથી વગાડતી પરંતુ અહીં ફોટો પડાવવાનો દોર ચાલી રહ્યો છે. સમાચાર એ હોય છે કે જામીન મળ્યા કે નહિ. તેમણે મુંબઈ પોલિસની પ્રશંસા કરીને કહ્યુ કે પોલિસ સારુ કામ કરી રહી છે. તેમણે કહ્યુ કે હાલમાં જ ગુજરાતના મુંદ્રા બંદરે કરોડોની ડ્રગ્ઝ પકડાઈ પરંતુ ચર્ચા માત્ર મહારાષ્ટ્રની થાય છે. તમને જણાવી દઈએ કે બૉલિવુડના ઘણા તાર ડ્રગ્ઝ કેસમાં જોડાયેલા છે. લેટેસ્ટ કેસ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનો છે જેને એનસીબીએ રેવ પાર્ટીમાંથી પકડ્યો છે.

મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ કે શિવાજી મહારાજે આપણે શીખવ્યુ છે કે કોઈ વસ્તુથી ડરવાનુ નહિ. અમે ઈડી અને સીબીઆઈથી ડરતા નથી. અમે ધમકી આપનાર પોલિસની પાછળ છૂપાવાની નથી. તેમણે કહ્યુ કે હિંદુત્વનો અર્થ છે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ. તેમણે કહ્યુ હતુ કે અમે ધર્મને ઘરમાં રાખીને બહાર નીકળીએ છીએ અને રાષ્ટ્ર અમારો પહેલો ધર્મ બની જાય છે.

English summary
Maharashtra CM Uddhav Thackeray scathing comment on NCB Raid and said Celebrities are caught and photographed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X