For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાનો સોનિયા ગાંધી પર નિશાનો, કહ્યું- પાર્ટી છોડવાના દિવસો દૂર નથી

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાનો સોનિયા ગાંધી પર નિશાનો, કહ્યું- પાર્ટી છોડવાના દિવસો દૂર નથી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરુપમે પાર્ટી નેતૃત્વ વિરુદ્ધ બગાવતનો ઝંડો ફરકાવી દીધો છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને હવે તેમની જરૂરત નથી. જણાવી દઈએ કે ઉમેદવારોને ટિકિટ આપવામાં નેતૃત્વ તરફથી તેમને ભાવ આપવામાં ન આવતાં નારાજ છે. સંજય નિરુપમાએ કહ્યું કે તેઓ તરત પાર્ટી નહિ છોડે, પરંતુ જો લીડરશિપનું વલણ આવું જ રહ્યું તો તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય પણ કરવો પડી શકે છે.

sanjay nirupam

લોકસભા ચૂંટણીના સમયથી શરૂ થયેલ મુંબઈ કોંગ્રેસનું આંતરિક યુદ્ધ હવે પાર્ટીને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. અગાઉ મુંબઈ કોંગ્રેસના નેતાઓ પર ગંભીર સવાલો ઉઠાવી અભિનેત્રીથી નેતા બનેલ ઉર્મિલા માતોંડકર પણ કોંગ્રેસ છોડી ચૂક્યાં છે. હવે સંજય નિરુપમે કહ્યું કે જ્યારે નેતૃત્વ તેમની એક ભલામણ પણ માનવા તૈયાર નથી તો આગામી દિવસોમાં તેમણે પાર્ટી છોડવાનું પગલું પણ ભરવું પડી શકે છે.

હરિયાણા ચૂંટણીઃ આ 5 બાબા પાસે ભક્તોનો જબરો વોટ બેંક, બાજી પલટાવી શકેહરિયાણા ચૂંટણીઃ આ 5 બાબા પાસે ભક્તોનો જબરો વોટ બેંક, બાજી પલટાવી શકે

સંજય નિરુપમે બે ટ્વીટ કરી નેતૃત્વ પર પોતાની ભડાસ કાઢી છે. નિરુપમે પાર્ટી નેતૃત્વ પર આરોપ લગાવ્યો કે એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને મારી સેવાઓની જરૂરત નથી. વિધાનસભા ચૂંટણી માટે મુંબઈથી માત્ર એક નામની ભલામણ જ કરી હતી. સાંભળ્યું છે કે તેને પણ નામંજૂર કરી દેવામાં આવી છે. જેમ કે મેં પહેલા જ લીડરશિપને લઈ જણાવ્યું હતું કે આવું થવા પર હું ચૂંટણી પ્રચારમાં સામેલ નહિ થાઉં. આ અંતિમ ફેસલો છે.

તેમણે બીજા ટ્વીટમાં લખ્યું કે, "મને ઉમ્મીદ છે કે મારે પાર્ટીને ગુડ બાય કહેવું પડે એ દિવસ હજુ આવ્યો નથી. પરંતુ નેતૃત્વ મારી સાથે જેવો વ્યવહાર કરી રહ્યું છે, તેનાથી લાગે છે કે જલદી જ એ દિવસ બહુ દૂર નથી. " જણાવી દઈએ કે નિરુપમની નારાજગીનું કારણ એ પણ છે કે લોકસબા ચૂંટણીની ઠીક પહેલા મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી તેમને હટાવી મિલિંદ દેવડાને કમાન સોંપી દેવામાં આવી હતી અને હાલ નિરુપમ પાસે પાર્ટીમાં કોઈ ખાસ પદ પણ નથી.

English summary
maharashtra congress leader sanjay nirupam says days of leaving party are not far away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X