For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra Crisis: ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યું

Maharashtra Crisis: ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યું

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલુ રાજનૈતિક ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે રાજ્યપાલ ભાગત સિંહ કોશિયારીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. તમામ કોશિશો બાદ પણ સાથી પક્ષો ભાજપ અને શિવસેના વચ્ચેનો વિવાદ ખમત ન થયો અને તેના કારણે હજુ સુધી પણ નવી સરકાર બની શકી નથી. રાજ્યપાલને રાજીનામું સોંપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો. આ અવસર પર એક પ્રેસ કોન્ફ્રેન્સને સંબોધિત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પાછલા પાંચ વર્ષોમાં ખેડૂતોના હિત માટે કામ કર્યું છે. મુંબઈમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાનું પણ કામ કર્યું છે.

devendra fadnavis

ઉલ્લેખનીય ચે કે શિવસેના મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ શેર કરવાની પોતાની માંગ છોડવા તૈયાર નથી અને તેમણે ભાજપને સત્તામાં બન્યા રહેવા માટે 'કાર્યવાહક' સરકારના પ્રાવધાનોનો દુરુપયોગ ના કરવા કહ્યું. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે જ્યારે ભાજપ પોતાના સહયોગી પક્ષ સાથે મુખ્યમંત્રી પદ શેર કરવા માંગતું હોય ત્યારે જ શિવસેના પાસે આવવું જોઈએ. શિવસેના પ્રવક્તાએ સંવાદદાતાઓની વાતચીતમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દેવું જોઈએ કેમ કે હાલની વિધાનશબાનો કાર્યકાળ નવ નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે.

મહા ચક્રવાતઃ ગુજરાતના 1 જિલ્લામાં વરસાદ, 24 કલાકમાં દિલ્હી-હરિયાણામાં ખાબકશે વરસાદમહા ચક્રવાતઃ ગુજરાતના 1 જિલ્લામાં વરસાદ, 24 કલાકમાં દિલ્હી-હરિયાણામાં ખાબકશે વરસાદ

જણાવી દઈએ કે ભાજપ પર હોર્સ ટ્રેડિંગ કરવાનો આરોપ લાગ્યો હતો, જો કે દેવેન્દ્ર ફડણવીસે આ આરોપો ફગાવી દીધા છે. વધુમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે શિવસેના સાથે રોટેશનલ સીએમ કે 50-50 ડીલ શક્ય નથી. ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે શિવસેના પાસે કોંગ્રેસ, એનસીપી સાથે વાત કરવાનો સમય છે પણ અમારી સાથે નથી. રાજીનામું આપ્યા બાદ ગવર્નરે કાર્યકારી મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળવા કહ્યું અને બધી જ જવાબદારીઓને ભાનપૂર્વક સંભાળીશ. સાથે જ તેમણે કહ્યું કે 'મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર રચાશે, ઉદ્ધવ ઠાકરે મારો ફોન નથી ઉઠાવતા.' સાથે જ તેમણે મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે કામ કરવાનું વચન આપ્યું.

English summary
maharashtra crisis: devendra fadnavis resigned as cm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X