For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર સંકટઃ શિવસેનાના વધુ 7 બળવાખોર MLA પહોંચ્યા ગુવાહાટી, શિંદેએ કહ્યુ - બે તૃતીયાંશ ધારાસભ્યોનુ સમર્થન

મહારાષ્ટ્રનુ રાજકીય સંકટ વધુ ઘેરાતુ દેખાઈ રહ્યુ છે. શિવસેનામાં ફૂટના કારણે રાજકીય પારો એક વાર ફરીથી વધી ગયો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રનુ રાજકીય સંકટ વધુ ઘેરાતુ દેખાઈ રહ્યુ છે. શિવસેનામાં ફૂટના કારણે રાજકીય પારો એક વાર ફરીથી વધી ગયો છે. રિપોર્ટ મુજબ ઉદ્ધવ ઠાકરેની અપીલ બાદ પણ પાર્ટીના વધુ 7 ધારાસભ્યો બળવો કર્યો છે અને ગુવાહાટીમાં એકનાથ શિંદે પાસે પહોંચી ગયા છે. વળી, આ સાત બળવાખોરો સાથે 2 અપક્ષ એમએલએ પણ ગુવાહાટી પહોંચ્યા હોવાના સમાચાર છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ આજે સવારે 11.30 વાગે શિવસેનાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

shivsena

મીડિયા રિપોર્ટ્સ મુજબ બુધવારે રાત્રે શિવસેનાના વધુ 7 ધારાસભ્યો ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં ગયા હતા અને શિંદે જૂથમાં જોડાયા હતા. વળી, એવી ચર્ચા છે કે બે અપક્ષ ધારાસભ્યો પણ તેમની સાથે ગુવાહાટી પહોંચ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ સાત ધારાસભ્યો મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સાથે સુરતથી ગુવાહાટી જવા રવાના થયા હતા. ગુવાહાટી પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોમાં ગુલાબરાવ પાટીલ અને યોગેશ કદમ જેવા નામ સામેલ છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈના ત્રણ ધારાસભ્યો પણ બળવો કરીને શિંદે જૂથમાં શામેલ થઈ શકે છે. જો આમ થશે તો શિંદે સાથે શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા વધીને 36 થઈ જશે. આ સિવાય 12 અન્ય ધારાસભ્યો પણ શિંદેની સાથે હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે શિંદે જૂથે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને 34 ધારાસભ્યોના હસ્તાક્ષર સાથેનો પત્ર મોકલ્યો હતો. જેમાં લખ્યુ હતુ કે એકનાથ શિંદે શિવસેના ધારાસભ્ય દળના નેતા છે.

English summary
Maharashtra crisis: More MLA of Shivsena reached Guwahati and meet Eknath Shindey amid Uddhav Thackrey appeal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X