Maharashtra Election 2024 : પલ્ટી મારવાની તૈયારી કરી રહ્યા છે શરદ પવાર? નારાયણ રાણેના દાવામાં કેટલો દમ?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો આવ્યા પહેલા જ નેતાઓની પલ્ટીઓના અહેવાલો આવવાના શરૂ થઈ ગયા છે.
એક ઈન્ટરવ્યૂમાં મહારાષ્ટ્ર બીજેપીના મોટા નેતાઓ એવો દાવો કરી દીધો છે જેને હંગામો મચાવી દીધો છે. તેમના પર વિશ્વાસ કરીએ તો શરદ પવાર પરિણામ બાદ પલ્ટી મારી શકે છે.

ઈન્ટરવ્યૂમાં નારાયણ રાણેએ કહ્યું કે, શરદ પવાર મહાયુતિ સાથે આવી શકે છે. શરદ પવાર એક સ્માર્ટ નેતા છે અને તે પોતાની પાર્ટીના ધારાસભ્યોના હિતમાં નિર્ણય લઈ શકે છે. આ દાવા બાદ મોટો હંગામો સર્જાયો છે.
નારાયણ રાણેનું આ નિવેદન મતગણતરીના કલાકો પહેલા જ આવ્યુ છે. તેમણે અહીં ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પર નિશાન સાધ્યું અને કહ્યું કે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે માટે રસ્તા પર ચાલવું મુશ્કેલ થઈ જશે. ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે માત્ર બે દિવસ માટે જ મંત્રાલય ગયા હતા.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે. આ વખતે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સામે મહાયુતિનો મુકાબલો છે.
એક તરફ શરદ પવારની આગેવાનીમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેના ઉદ્ધવ ઠાકરે છે તો બીજી તરફ બીજેપીની આગેવાનીમાં શિવસેના એકનાથ શિંદે અને એનસીપી અજીત પવાર છે.












Click it and Unblock the Notifications
