Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમા બીજેપીનો ખેલ બગાડવાની તૈયારીમાં પ્રવીણ તોગડિયા? જાણો કેવી રીતે?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં સાથીઓ અને વિપક્ષો વચ્ચે ઘેરાયેલી બીજેપી માટે ટેન્શન વધારતા અહેવાલો આવી રહ્યાં છે.
સમાચારો પર વિશ્વાસ કરીએ તો બીજેપી દ્વારા સાઈડલાઈન કરાયેલા હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડિયા મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા એક્ટિવ થયા છે. તેમનું એક્ટિવ થવુ બીજેપી માટે સારા સમાચાર નથી.

એક તરફ લોકસભા ચૂંટણી બાદ બીજેપી અને સંઘ વચ્ચે સતત વિવાદ વધી રહ્યો છે ત્યારે અચાનક છ વર્ષ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા હિન્દુ નેતા પ્રવીણ તોગડિયા સક્રિય થતા ઘણી અટકળો લાગી રહી છે.
પ્રવીણ તોગડિયા નાગપુરમાં આરએસએસની દશેરા રેલીમાં મોહન ભાગવત સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા અને બીજા દિવસે બંને વચ્ચે વાતચીત થઈ હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે હિન્દુ હિતોના નામે પ્રવીણ તોગડિયાએ ભાજપને લઈને મોહન ભાગવતના કાન ભંભેર્યા હતા.
જો કે તેમની મુલાકાત પાછળનું કારણ હાલ સમજાયું નથી, પરંતુ મોટી વાત એ છે કે હિન્દુ નેતા પ્રવીણ તોગડિયા છ વર્ષ બાદ પરત ફર્યા છે.
પ્રવીણ તોગડિયાએ મોહન ભાગવત સાથે મળીને હિન્દુ સમાજને દશેરા પર એકજૂટ રહેવા અપીલ કરી હતી અને તેના પછી 24 કલાક પછી બંને મળ્યા હતા. હવે સવાલો ઉઠવા લાગ્યા કે શું તેમને આટલા વર્ષો પછી બોલાવવામાં આવ્યા છે કે પછી તેઓ પોતે આવ્યા છે? જો કે હજુ સુધી કોઈ પ્રશ્નનો જવાબ મળ્યો નથી.
પ્રવીણ તોગડિયાએ બે બેઠકોથી માંડીને 303 બેઠકો સુધીની ભાજપની સફરમાં મોટી ભૂમિકા ભજવી હતી. ભાજપમાં નરેન્દ્ર મોદીનો દબદબો વધ્યો એટલે પ્રવીણ તોગડિયા જેવા જૂના વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ દૂર જવા લાગ્યા અને સાઈડલાઈન કરી દેવાયા.
આ પછી 2018 માં પ્રવીણ તોગડિયાએ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના તમામ સંગઠન સાથે સંબંધો તોડી નાખ્યા હતા, સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે આ વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યા, યુપીમાં રામ મંદિરનો અભિષેક કરવામાં આવ્યો ત્યારે તેમને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.












Click it and Unblock the Notifications
