For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019: NCPએ કોંગ્રેસને ચોંકાવી, 51 સીટો પર આગળ

પ્રારંભિક આંકડા મુજબ એનસીપી કે જે ગઠબંધનમાં જૂનિયર પાર્ટનર છે તે 51 સીટો પર આગળ ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીબાદ આજે બધી 288 સીટો પર મતોની ગણતરી ચાલી રહી છે. રાજ્યમાં એનસીપી અને કોંગ્રેસ એક સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે જેમાં કોંગ્રેસ મોટા પક્ષ તરીકે આ ગઠબંધનમાં મેદાનમાં છે. પરંતુ પ્રારંભિક આંકડા મુજબ એનસીપી કે જે ગઠબંધનમાં જૂનિયર પાર્ટનર છે તે 51 સીટો પર આગળ ચાલી રહી છે. જો કે હજુ આ પ્રારંભિક રુઝાન છે, આગળની તસવીર માટે રાહ જોવી પડશે. મતોની ગણતરી સાથે આ આંકડામાં ફેરફાર થઈ શકે છે.

sharad pawar

એક્ઝીટ પોલમાં પૂર્ણ બહુમત

ટીવી 9 મરાઠી અનુસાર ભાજપ-શિવસેનાને 197 સીટો પર જીત મળતી જોવા મળી રહી છે. સીએનએન ન્યૂઝ 19-IPSOS અનુસાર ભાજપ શિવસેનાને પ્રચંડ જીત મળતી દેખાઈ રહી છે અને ગઠબંધનને 243 સીટો પર જીત મળી શકે છે. લગભગ બધા 11 એક્ઝીટ પોલ પર નજર નાખીએ તો ભાજપ શિવસેના ગઠબંધનને લગભગ 211 સાટો પર જીત મળતી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ 211 સીટો પર જીત મેળવી હતી.

2014ના પરિણામો

વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, શિવસેના, એનસીપી અને કોંગ્રેસે અલગ અલગ ચૂંટણી લડી હતી. વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપને 122 સીટો મળી હતી. વળી, શિવસેનાને આ ચૂંટણીમાં 63 સીટો મળી હતી. જો કોંગ્રેસની વાત કરીએ તો તેને માત્ર 42 સીટો મળી હતી. શરદ પવારની પાર્ટી એનસીપીને માત્ર 41 સીટો મળી હતી. બાકી 13 સીટો નાના પક્ષોના ખાતામાં ગઈ હતી. વળી, 7 અપક્ષ ધારાસભ્યો પણ ચૂંટાયા હતા. ચૂંટણી બાદ ભાજપે શિવસેનાના સહયોગથી સરકાર બનાવી હતી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ પરિણામો પહેલા સંજય રાઉતે વ્યક્ત કરી ઈચ્છા, આદિત્ય ઠાકરે બને મહારાષ્ટ્રના CMઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ પરિણામો પહેલા સંજય રાઉતે વ્યક્ત કરી ઈચ્છા, આદિત્ય ઠાકરે બને મહારાષ્ટ્રના CM

English summary
Maharashtra Election Results 2019: NCP is ahead on 51 seats in initial trends.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X