For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામઃ મહારાષ્ટ્રમાં શરદ પવાર બન્યા વિપક્ષના હીરો

મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શિવસેના સાથે મળીને ચૂંટણી લડી તો કોંગ્રેસે એનસીપી સાથે ચૂંટણી લડી. આ ચૂંટણીમાં એનસીપીના શરદ પવારે ઘણી મહત્વની ભૂમિકા નિભાવી.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શિવસેના સાથે મળીને ચૂંટણી લડી તો કોંગ્રેસે એનસીપી સાથે ચૂંટણી લડી. આ ચૂંટણીમાં એનસીપીના શરદ પવારે ઘણી મહત્વની ભૂમિકા નિભાવી. શરદ પવારે ખુદ ઘણી ચૂંટણી રેલીઓ સંબોધિત કરી અને ભાજપ પર તીખા હુમલાની કમાન સંભાળી. રાજ્યમાં જે રીતે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો પોતાનુ મહત્વ ગુમાવતા જઈ રહ્યા હતા અને એક પોતાની રાજકીય જમીન શોધી રહ્યા હતા એવા સમયમાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારે પોતાનો દમખમ બતાવ્યો અને ફરીથી વિપક્ષને અહીં મજબૂતી આપવામાં સફળતા મેળવી છે.

Sharad Pawar

આમ તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી એક સાથે મળીને ચૂંટણી લડી રહ્યા હતા પરંતુ કોંગ્રેસની આંતરિક કલેશ લોકો સામે ખુલીને આવી અને પાર્ટીના નેતા પરસ્પર ભિડાઈ ગયા રહતા. પરંતુ એનસીપીની વાત કરીએ તો ખુદ શરદ પવાર મજબૂતી સાથે મેદાનમાં ટક્યા અને વરસાદ વચ્ચે સતારામાં રેલીને સંબોધિત કરી. જે મજબૂતી સાથે શરદ પવારે ભાજપનો સામનો કર્યો તેની સીધી અસર મતદારો પર પડી. જો કે ચૂંટણીના રુઝાનો અનુસાર કોંગ્રેસ એનસીપીનુ ગઠબંધન પૂર્ણ બહુમત તરફ આગળ વધતુ જોવા નથી મળી રહ્યુ પરંતુ દરેકની અપેક્ષાઓને ખોટી સાબિત કરીને વિપક્ષે આશાઓથી ઘણુ વધુ સારુ પ્રદર્શન કર્યુ છે.

વિપક્ષના નેતાની કરી શકે છે દાવેદારી

હાલના આંકડાઓ પર નજર નાખીએ તો એનસીપીની સ્થિતિ રાજ્યમાં ઘણી સારી જોવા મળી રહી છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે રાજ્યના તમામ દિગ્ગજ નેતાઓના પાછળ રાખીનેન શરદ પવાર વિપક્ષના સૌથી મોટા નેતા તરીકે ઉભરીને સામે આવ્યા છે. એવુ પણ સંભવ છે કે એનસીપી રાજ્યમાં વિપક્ષના નેતા પદની દાવેદારી કરી શકે છે. ગઈ ચૂંટણીની વાત કરીએ તો એનસીપીને માત્ર 18 સીટો પર જીત મળી હતી પરંતુ આ વખતે એનસીપી પશ્ચિમ મહારાષ્ટ્રની કુલ 66માંથી 27 સીટો પર આગળ ચાલી રહી છે.

ભાજપને 6 સીટોનુ નુકશાન

વળી, ભાજપની વાત કરીએ તો ગઈ ચૂંટણીમાં ભાજપે પશ્ચિમી મહારાષ્ટ્રની 66માંથી 22 સીટો પર જીત મેળવી હતી. અહીં ભાજપને ભારે નુકશાન ઉઠાવવુ પડ્યુ છે. અહીં પાર્ટીને 6 સીટોનુ નુકશાન થતુ જોવા મળી રહ્યુ છે. વળી, કોંગ્રેસે પોતાની સ્થિતિને અહીં સારી કરી છે અને હાલમાં લગભગ 11 સીટો પર આગળ ચાલી રહી છે. ગઈ ચૂંટણીમાં કોંગ્રેસે અહીં 10 સીટો પર જીત મેળવી હતી.

આ પણ વાંચોઃ સોનિયા ગાંધીએ ભૂપેન્દ્ર સિંહ હુડાને હરિયાણામાં સરકાર બનાવવા માટે આપ્યા ફ્રી હેન્ડઆ પણ વાંચોઃ સોનિયા ગાંધીએ ભૂપેન્દ્ર સિંહ હુડાને હરિયાણામાં સરકાર બનાવવા માટે આપ્યા ફ્રી હેન્ડ

English summary
Maharashtra Election Results 2019: Sharad Pawar emerges strongest opposition leader even helped congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X