મહારાષ્ટ્ર : નદીમાં બસ પડવાના કારણે 13 લોકોની મોત, 3 ઇજાગ્રસ્ત

Posted By:
Subscribe to Oneindia News

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નદીમાં બસ પડી જવાથી 13 લોકોની મોત થઇ છે. અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત લોકોને કોલ્હાપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પશ્ચિમી મહારાષ્ટ્રના કોલ્હાપુર વિસ્તારમાં આવેલા શિવાજી પુલ પર થઇ છે. જણવા મળ્યું છે કે બસમાં સવાર તમામ યાત્રીઓ ભગવાન ગણેશની પૂજા કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના થઇ હતી. ડ્રાઇવરે પોતાનું નિયંત્રણ ગુમાવતા બસ નદીમાં પડી ગઇ હતી જેના કારણે આ અકસ્માત થયો હતો. પ્રાપ્ત જાણકારી મુજબ બસમાં 17 લોકો હતા જેમાંથી 13 લોકોની મોત ઘટના સ્થળે જ થઇ ગઇ હતી. કોલ્હાપુર પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના શનિવાર રાતે લગભગ 11:45 થઇ હતી.

accident

નોંધનીય છે કે બસ કોંકણ ક્ષેત્રના ગણપતિપુડી ગામથી પુણીની તરફ જઇ રહી હતી. જે બાદ ડ્રાઇવરનું નિયંત્રણ જતા બસ પુલથી લગભગ 45 ફીટ નીચે નદીમાં પડી ગઇ હતી. સ્થાનિક સુત્રોથી જે માહિતી મળી છે તે મુજબ બસમાં સવાર શ્રદ્ધાળુઓ કોલ્હાપુરમાં મહાલક્ષ્મી મંદિરની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ ઘટના બનતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી હતી. અને પોલીસે ફાયર બ્રિગ્રેડની મદદથી સર્ચ અને બચાવ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. પણ તેમ છતાં મોડી રાતે બનેલી આ ઘટનામાં 17 લોકોમાંથી ખાલી 3 લોકોને જ બચાવી શકાયા હતા.

English summary
Maharashtra kolhapur bus fall into panchganga river 12 died 3 injured.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.