For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ થાણેમાં વીજળી પડવાથી મોટી દૂર્ઘટના, 1નુ મોત અને 26 ઘાયલ

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં બુધવારે બે અલગ અલગ જગ્યાએ વિજળી પડવાથી મોટી દૂર્ઘટના બની ગઈ.

|
Google Oneindia Gujarati News

થાણેઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં બુધવારે બે અલગ અલગ જગ્યાએ વિજળી પડવાથી મોટી દૂર્ઘટના બની ગઈ. જેમાં એક વ્યક્તિની ઉત્તમ નગરમાં મોત થઈ ગયુ છે. રિપોર્ટ મુજબ મરનાર સગીર છે. વળી, 26 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં અમુક લોકોની સ્થિતિ ગંભીર છે. ઘાયલોનો હોસ્પિટલમાં ઈલાજ ચાલુ છે. પાલીમાં રહેતો સગીર સુપ્રીમ ભંડારી બુધવારે સાંજે છ વાગે દરિયો જોવા ગયો હતો જ્યાં આ દૂર્ઘટના બની. પોલિસે તેના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ છે.

Lightning

મહારાષ્ટ્રમાં ગયા સપ્તાહે જ વરસાદે કહેર વર્તાવ્યો

તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે મહારાષ્ટ્રમાં થાે સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. થાણે ઉત્તરી કોંકણ સહિત મહારાષ્ટ્રના જિલ્લા રેડ એલર્ટ પર હતા. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં ભારે વરસાદના કારણે દિવાલ ધસી પડવાની એક ઘટનામાં એક જ પરિવારના ચાર લોકો સહિત છ લોકોના મોત પહેલા જ થઈ ચૂક્યા છે.

સીએમ ઠાકરે બોલ્યા -વરસાદથી પ્રભાવિત લોકોની મદદ માટે પ્રતિબદ્ધ

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે તેમની સરકાર વરસાદથી પ્રભાવિત લોકોને જલ્દી મદદ આપવા માટે પ્રતિબદ્ધ છે. બુધવારે (21 ઓક્ટોબર) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે તેમની સરકાર રાજ્યમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત લોકોનુ જીવન વહેલી તકે સામાન્ય બનાવવાની કોશિશમાં લાગેલી છે. સીએમ ઠાકરેએ બુધવારે મરાઠવાડા જિલ્લામાં અમુક ભાગોમાં મુલાકાત લીધી હતી. આ દરમિયાન સીએમ ઠાકરેએ જણાવ્યુ હતુ કે પ્રભાવિત લોકોને અપાતી રાહત પર નિર્ણય લેવા માટે રાજ્ય મંત્રીમંડળની ગુરુવારે(22 ઓક્ટોબરે) બેઠક થશે.

ડુંગળીની કિંમતને લઈ સરકારનો જબરો ફેસલો, આયાત નિયમોમાં ઢીલડુંગળીની કિંમતને લઈ સરકારનો જબરો ફેસલો, આયાત નિયમોમાં ઢીલ

English summary
Maharashtra: Lightning strikes in Thane, 1 dead, 26 injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X