For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં 31 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યુ લૉકડાઉન

મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ લૉકડાઉનને 31 જુલાઈ સુધી લંબાવી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ લૉકડાઉનને 31 જુલાઈ સુધી લંબાવી દીધુ છે. રાજ્ય સરકારે રાજ્યમાં કોવિડ-19ના ઝડપથી વધતા કેસોના કારણે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ રવિવારે રાજ્યમાંથી લૉકડાઉન હટાવવાની સંભાવનાઓને ફગાવી દીધી હતી. તેમણે રાજ્યમાં કોરોના સંક્રમણના ઝડપથી વધતા કેસોને જોતા લૉકડાઉન એક મહિનો લંબાવવાનો નિર્ણય લીધો છે.

uddhav thackeray

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જે આંકડા જારી કર્યા છે તેમાં એકલા મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના 5493 નવા કેસ સામે આવ્યા છે અને રાજ્યમાં કોવિડ-19 સંક્રમણની કુલ સંખ્યા વધીને 1,64,626 થઈ ગઈ છે. આમાં મોતનો આંકડો પણ દેશમાં સૌથી વધુ એટલે કે 7429 થઈ ચૂકી છે જેમાં છેલ્લા એક દિવસમાં જ રાજ્યમાં 156 લોકોએ દમ તોડ્યો છે. જો કે રાજ્યમાં 86,575 લોકો કોરોનાની બિમારીથી રિકવર પણ થઈ ગયા ચૂક્યા છે અને છેલ્લા એક દિવસમાં જ કુલ 2330 લોકો આનાથી રિકવર થઈને પોતાના ઘરે પાછા આવી ચૂક્યા છે. રાજ્યના જે 10 મોટા શહેરના કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે તેમાં મુંબઈ સૌથી ઉપર છે, જે હજુ પણ રેડ ઝોનમાં છે. આ ઉપરાંત મુંબઈ પાસે ઠાણે, નવી મુંબઈ પણ સંક્રમણના કેસ ઝડપથી વધતા જઈ રહ્યા છે.

મહારાષ્ટ્ર સરકારે એક મહિનો લૉકડાઉન લંબાવવા માટે જે ગાઈજલાઈન્સ જારી કર્યા છે આને 'મિશન બિગિન અગેન'નુ નામ આપવામાં આવ્યુ છે. આ આદેશ હેઠળ બિન જરૂરી ગતિવિધિઓને મુંબઈમાં એક સીમિત સીમાની બહાર મંજૂરી આપવામાં નહિ આવે. એનો અર્થ એ કે લોકોને બધા પ્રકારના બિન જરૂરી કામ જેવા કે શોપિંગ, ઘરની બહાર કસરત વગેરેને બધા સાવચેતીપૂર્વકના ઉપાયો અને સ્વચ્છતાનો ખ્યાલ રાખીને માત્ર આસ પડોશમાં જ નીકળવાની મંજૂરી મળશે. માહિતી મુજબ કોઈ પણ સંજોગોમાં લોકોને આવા બિન જરૂરી કામો માટે 2 કિલોમીટરથી વધુ દૂર ન જવાની મંજૂરી આપવામાં આવશે નહિ.

રાજ્ય સરકાર તરફથી જારી ગાઈડલાઈન્સમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ કે માત્ર એ લોકોની મૂવમેન્ટ પર રોક નહિ હોય જે ઓફિસ જવા માટે નીકળશે અથવા કોઈ ઈમરજન્સીના કારણે બહાર નીકળશે. પરંતુ આ મંજૂરી પણ માત્ર કાર્યસ્થળ સુધી જવાથી લઈને ઘરે પાછા આવવા કે આરોગ્ય કારણોથી માનવીય આધારે આપવામાં આવશે. આમ પણ બધી જરૂરી વસ્તુઓની દુકાનો, ઈ-કૉમર્સ(જરૂરી અને બિન જરૂરી સામાન),બધા ઔદ્યોગિક યુનિટ અને ભોજનની હોમ ડિલીવરી અત્યારની જેમ આગળ પણ ચાલુ રહેશે.

નવી ગાઈડલાઈન્સમાં એક નવી વસ્તુ એ છે કે બધી સરકારી (જરૂરી સેવાઓને છોડીને) ઓફિસોમાં માત્ર 15 ટકા લોકો અથવા 15 લોકો(બંનેમાંથી જે વધુ હોય)સાથે કામ કરવાની મંજૂરી હશે. જ્યારે ખાનગી ઓફિસોમાં માત્ર 10 ટકા ક્ષમતા સાથે અથવા 10 લોકો(બંનેમાંથી જે વધુ હોય) સાથે કામ કરવાની મંજૂરી હશે. આ ઉપરાંત રાજ્ય સરકારે બધા જિલ્લાધિકારી અને કમિશ્નરોને એ છૂટ છે કે તે પોતાના નિગમ ક્ષેત્રોમાં અમુક જરૂરી ઉપાય લાગુ કરી શકે છે અને ખાસ પ્રતિબંધો લગાવી શકે છે. આ રીતના સંબંધિત જિલ્લાધિકારી કે કમિશ્નર સ્થાનિક ક્ષેત્રમાં લોકોની મૂવમેન્ટ કે બિન જરૂરી ગતિવિધિઓને જરૂર મુજબ નિયંત્રિત પણ કરી શકશે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો સામે રાહુલ ગાંધીએ શરૂ કર્યુ ઑનલાઈન અભિયાનપેટ્રોલ-ડીઝલના વધતા ભાવો સામે રાહુલ ગાંધીએ શરૂ કર્યુ ઑનલાઈન અભિયાન

English summary
Maharashtra: Lockdown extended till 31 July
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X