મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે કોરોના કેસ, નાગપુર બાદ હવે પરભણી જિલ્લામાં પણ લૉકડાઉન
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ વધ્યા બાદ સરકાર એક વાર ફરીથી લૉકડાઉન લગાવી રહી છે. શુક્રવારે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે જણાવ્યુ છે કે આજે રાતે 12 વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી એટલે કે શનિવાર અને રવિવારે પરભણીમાં લૉકડાઉન રહેશે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પહેલેથી જ ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. નવાબ મલિકે કહ્યુ કે પરભણી જિલ્લાધિકારી સાથે વાત થઈ છે. કોરોના દર્દીઓની વધતી સંખ્યા પર રોક લગાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવાર અને રવિવારે માત્ર જરુરી સેવાઓની જ મંજૂરી રહેશે. એવામાં મારી પરભણી અને આસપાસના લોકોને અપીલ છે કે તે પ્રશાસનને સહયોગ કરે.
મહારાષ્ટ્ર સરકારે આ પહેલા નાગપુર અને અંકોલામાં લૉકડાઉન લગાવી દીધુ છે. અંકોલામાં શનિવારે 15 માર્ચ સુધી માટે લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. વળી, નાગપુરમાં કોવિડ-19ના કેસોમાં વધારો થવાના કારણે 15 માર્ચથી 21 માર્ચ વચ્ચે સખત લૉકડાઉન લાગુ રહેશે. પૂણેમાં રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યુ છે. કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા શહેરમાં 31 માર્ચ સુધી સ્કૂલો અને કૉલેજોને બંધ કરી દેવામાં આવી છે. હોટલો અને બારને રાતે દસ વાગ્યા પછી ખોલવાની મંજૂરી નથી.
મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે કોરોના કેસ
દેશમાં છેલ્લા અમુક દિવસોમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસમાંથી 71.69 ટકા કેસ તો મહારાષ્ટ્ર અને કેરળમાંથી જ છે. મહારાષ્ટ્ર એકલુ એવુ રાજ્ય છે જ્યાં સક્રિય કેસ એક લાખથી વધુ થઈ ગયા છે. એવામાં મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉન લગાવવાનુ શરુ કરી દીધુ છે.
આપણે આજે પણ કહીએ છીએ કે દેશનુ નમક ખાધુ છેઃ પીએમ મોદી