For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર બનાવવા તૈયાર છે એનસીપી, પરંતુ શિવસેનાની આ માંગ મંજૂર નથી

શરદ પવારની પાર્ટી શિવસેનાની 5 વર્ષના મુખ્યમંત્રીની માંગથી સંમત નથી. સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે એનસીપી પણ 50-50ની ફોર્મ્યુલાના પક્ષમાં છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમા લાગૂ રાષ્ટ્રપતિ શાસન વચ્ચે કોંગ્રેસ, એનસીપી અને શિવસેના તરફથી સરકાર બનાવવાની કોશિશ ચાલી રહી છે. મુંબઈમાં ત્રણે પાર્ટીઓ નેતાઓ વચ્ચે સરકાર રચવા માટે બેઠક સતત ચાલી રહી છે. ગુરુવારે સમાચાર આવી રહ્યા હતા કે એનસીપી શિવસેના સાથે સરકાર બનાવવા તૈયાર છે. જો કે શરદ પવારની પાર્ટી શિવસેનાની 5 વર્ષના મુખ્યમંત્રીની માંગથી સંમત નથી. સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે એનસીપી પણ 50-50ની ફોર્મ્યુલાના પક્ષમાં છે.

એનસીપી પણ 50-50ની ફોર્મ્યુલાના પક્ષમાં

એનસીપી પણ 50-50ની ફોર્મ્યુલાના પક્ષમાં

વાસ્તવમાં શિવસેનાએ ભાજપ સામે એ શરત રાખી હતી કે જેના પર સમજૂતી ન થઈ શકી અને ભાજપ-શિવસેનાના રસ્તા અલગ થઈ ગયા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે એનસીપી શિવસેના સાથે સરકાર બનાવવા ઈચ્છુક છે પરંતુ અઢી વર્ષ માટે તે પોતાના સીએમ ઈચ્છે છે. જ્યારે કોંગ્રેસ પણ ત્રણ પક્ષો વચ્ચે સમાન મંત્રીપદની માંગ કરી રહી છે. એવામાં એનસીપીના અઢી વર્ષના સીએમની માંગ પર હાલમાં પેચ ફસતો દેખાઈ રહ્યો છે.

કોંગ્રેસ કેબિનેટમાં સમાન ભાગીદારીની માંગ રહી

કોંગ્રેસ કેબિનેટમાં સમાન ભાગીદારીની માંગ રહી

એનસીપી-કોંગ્રેસ અને શિવસેનાના નેતા છેલ્લા બે દિવસથી સતત બેઠખ કરી રહ્યા છે અને તેમની વચ્ચે કૉમન મિનિમમ પ્રોગ્રામ પર સંમતિ બની ગઈ છે. સૂત્રોના હવાલાથી મળેલી માહિતી મુજબ અત્યાર સુધી જે મુદ્દાઓ પર સંમતિ બની છે તેમાં ખેડૂતોની દેવામાફી, પાક વીમા યોજનાની સમૂક્ષા, રોજગાર અને છત્રપતિ શિવાજી મહારાજ અને બીઆર આંબેડકર સ્મારક મુદ્દા શામેલ છે.

આ પણ વાંચોઃ પ્રદૂષિત હવાથી દિલ્હી બેહાલ, ધુમ્મસની ચાદરમાં ઢંકાયી રાજધાનીઆ પણ વાંચોઃ પ્રદૂષિત હવાથી દિલ્હી બેહાલ, ધુમ્મસની ચાદરમાં ઢંકાયી રાજધાની

મહારાષ્ટ્રમાં નથી બની શકી ચૂંટણી બાદ સરકાર

મહારાષ્ટ્રમાં નથી બની શકી ચૂંટણી બાદ સરકાર

આ પહેલા ગુરુવારે શિવસેના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે કોંગ્રેસ, શિવસેના અને એનસીપીની સંયુક્ત બેઠક બાદ મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે સંયુક્ત લઘુત્તમ કાર્યક્રમ પર ચર્ચા થઈ, એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ત્રણે પાર્ટીઓના હાઈ કમાન્ડને આ ડ્રાફ્ટ મોકલવામાં આવશે. હાઈ કમાન્ડ જ આના પર અંતિમ નિર્ણય લેશે. એકનાથ શિંદેએ કહ્યુ હતુ કે ફરીથી ચૂંટણી ના થાય એટલા માટે અમે કૉમન મિનિમમ પ્રોગ્રામ બનાવ્યો છે જેને લઈને અમે આગળ વધવાના છે જ્યારે કોંગ્રેસ તરફથી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યુ કે બે દિવસ સુધી અમારી વાતચીત ચાલી. ડ્રાફ્ટમા શું છે તેનો ખુલાસો અત્યારે અમે નથી કરી શકતા.

English summary
maharashtra: ncp is ready to form the government with shiv sena but with the demand of 50-50 agreement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X