For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેના સાથે પ્રેસ કૉન્ફરન્સમાં શરદ પવાર, 'આ સરકાર પડશે, અમે આવીશુ સત્તામાં'

એનસીપી નેતા શરદ પવારે શિવસેના સાથે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે તેમના ભત્રીજા અજિત પવારનો ભાજપ સાથે જવાનો નિર્ણય પાર્ટી લાઈનની વિરુદ્ધનો છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે બદલાયેલા રાજકીય ઘટનાક્રમ વિશે એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ કે તેમના ભત્રીજા અજિત પવારનો ભાજપ સાથે જવાનો નિર્ણય પાર્ટી લાઈનની વિરુદ્ધનો છે. જે પણ ધારાસભ્ય ભાજપને સમર્થન આપવા તેમની સાથે ગયા તેમની સામે પક્ષપલટા કાયદા હેઠળ કાર્યવાહી માટે અમે ભલામણ કરીશુ. પવારે કહ્યુ કે અમુક ધારાસભ્યોને અજીત પવાર છેતરીને રાજભવન લઈ ગયા. અમે ભાજપના વિરોધમાં હતા અને અજીતે જે કર્યુ અમે તેનુ સમર્થન નથી કરતા. એનસીપી નેતા શરદ પવારે શિવસેના સાથે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં આ વાત કહી છે. પ્રેસ કૉન્ફરન્સમાં એનસીપીના શરદ પવાર અને સુપ્રિયા સુળે તેમજ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પહોંચ્યા. કોંગ્રેસના નેતા પ્રેસ કૉન્ફરન્સમાં નહોતા.

અમે જ બનાવીશુ સરકાર

અમે જ બનાવીશુ સરકાર

પવારે કહ્યુ કે સરકાર બનાવવા માટે અમારી પાસે જરૂરી આંકડો હતો અને ત્રણે પક્ષોમાં આ અંગે વાતચીત ચાલી રહી હતી. અજીતના ભાજપને સમર્થન આપવા અંગે મને સવારે જ ખબર પડી જ્યારે શપથગ્રહણ થઈ ગયો. એનસીપી પ્રમુખે કહ્યુ કે જે ધારાસભ્ય અજીત સાથે ગયા તેમણે મને જણાવ્યુ કે તેમને છેતરપિંડીથી લઈ જવામાં આવ્યા હતા. આ બધા ધારાસભ્ય મારી સાથે છે. દેવેન્દ્ર ફડણવીસ સંસદમાં બહુમત સાબિત નહિ કરી શકે. જે ખેલ ભાજપે કર્યો છે તે સંસદમાં ફેલ થઈ જશે. સરકાર અમે જ બનાવવા જઈ રહ્યા છે. આ સરકાર પડી ભાંગશે.

લોકતંત્રના નામે છેતર્યાઃ ઠાકરે

લોકતંત્રના નામે છેતર્યાઃ ઠાકરે

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે ભાજપ મહારાષ્ટ્રમાં ગંદો ખેલ ખેલી રહી છે જે રીતે લોકતંત્રની મજાક ઉડાવવામાં આવી તે દેશ જોઈ રહ્યો છે. શિવસેના જે કહે છે તે બધાની સામે કહે છે પરંતુ ભાજપે છેતર્યા છે. ભાજપે બિહાર અને હરિયાણામાં લોકતંત્રની મજાક બનાવી અને મહારાષ્ટ્રમાં પણ. મહારાષ્ટ્રમાં શનિવારે સવારે ભાજપા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને એનસીપી ધારાસભ્ય અજીત પવારને ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. અજીતે એનસીપીના ભાજપને સમર્થનની વાત કહી છે પરંતુ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે કહ્યુ કે ભાજપે સમર્થન આપીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો નિર્ણય પાર્ટીનો નહિ પરંતુ ભત્રીજા અજીત પવારનો અંગત નિર્ણય છે.

ચૂંટણીમાં એક પક્ષને નહોતો મળ્યો બહુમત

ચૂંટણીમાં એક પક્ષને નહોતો મળ્યો બહુમત

મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર થયેલ ચૂંટણીના પરિણામો 24 ઓક્ટોબરે આવ્યા હતા. જેમાં ભાજપના 105 અને શિવસેનાના 56 ધારાસભ્ય જીત્યા છે. કોંગ્રેસને 44 અને એનસીપીને 54 સીટો પર જીત મળી. બહુમત માટે અહીં 145 સીટોની જરૂર છે. એવામાં સ્પષ્ટ છે કે કોઈ એક પાર્ટી પોતાના દમ પર સરકાર બનાવી શકી નહિ. ભાજપ-શિવસેનાએ મળીને ચૂંટણી લડી હતી અને બંને પક્ષોની સીટો પણ બહુમતના આંકડાથી વધુ છે પરંતુ પરિણામો આવ્યા બાદ શિવસેના અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ પર અડી ગઈ, વળી, ભાજપ આના પર તૈયાર ન થઈ. આ વિશે નવી સરકારનો રસ્તો સાફ થઈ શક્યો નહિ. મહારાષ્ટ્રમાં 12 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ એનસીપી, શિવસેના અને કોંગ્રેસ વચ્ચે સરકાર બનાવવા અંગે વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન શનિવારે સવારે અચાનક જ અજીત પવારના સમર્થનની વાત કહી અને દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદના શપથ લીધા.

આ પણ વાંચોઃ NCPના નવાબ મલિકઃ બધા MLA અમારી સાથે, ફ્લોર ટેસ્ટમાં પડી ભાંગશે ભાજપ સરકારઆ પણ વાંચોઃ NCPના નવાબ મલિકઃ બધા MLA અમારી સાથે, ફ્લોર ટેસ્ટમાં પડી ભાંગશે ભાજપ સરકાર

English summary
Maharashtra: NCP Shiv Sena joint Press Conference, sharad pawar said NCP will elect new leader of Legislature Party today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X