For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra Political Crisis : ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે? સાંજ સુધીમાં કરી શકે છે જાહેરાત

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરે બુધવારની સાંજ સુધીમાં પદ પરથી રાજીનામું આપી શકે છે.

|
Google Oneindia Gujarati News

Maharashtra Political Crisis : મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરે બુધવારની સાંજ સુધીમાં પદ પરથી રાજીનામું આપી શકે છે. આ પહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતનું ટ્વીટ પણ સામે આવ્યું હતું, જે બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ છોડી દેશે.

સંજય રાઉતે ટ્વીટમાં લખ્યું છે કે, આ ઘટનાક્રમથી વિધાનસભા ભંગ થાય છે. સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વધુમાં વધુ શું થશે, અમારી સરકાર રાજ્યમાં બહુમત ગુમાવશે. અમે સત્તામાં વાપસી કરી શકીએ છીએ, પરંતુ પાર્ટીની છબી દાવ પર છે. આવા સમયે, પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્વિટરના બાયોમાંથી મંત્રી પદ હટાવી દીધું છે, પરંતુ પોતાને 'યુવા સેના પ્રમુખ' તરીકે વર્ણવવાનું ચાલુ રાખ્યું છે.

કોરોના વાયરસથી સંક્રમિત છે મુખ્યમંત્રી ઠાકરે

કોરોના વાયરસથી સંક્રમિત છે મુખ્યમંત્રી ઠાકરે

મુખ્યમંત્રી ઠાકરે કોરોના વાયરસથી સંક્રમિત છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે આ માહિતી આપી હતી. કમલનાથ મુશ્કેલીમાં મૂકાયેલીમહારાષ્ટ્ર સરકાર પર બેઠક યોજવા માટે મુંબઈમાં મુખ્યમંત્રી ઠાકરેને મળવા પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા કમલનાથે જણાવ્યું હતુંકે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોના સંક્રમિત છે. હું તેમને મળી શકીશ નહીં. હું NCP વડા શરદ પવારને મળીશ. ઉદ્ધવ ઠાકરે પહેલારાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પણ કોરોના સંક્રમિત થયા હતા. હાલ તેઓ રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ છે.

40થી વધુ ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં છે શિંદે

40થી વધુ ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં છે શિંદે

શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે 40થી વધુ ધારાસભ્યો સાથે આસામના ગુવાહાટીમાં છે. શિંદે અને આ ધારાસભ્યોબુધવારની સવારે સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. શિંદેનો દાવો છે કે, શિવસેનાના ઘણા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.

એકનાથ શિંદેના સમર્થક અને રાજ્યકક્ષાના મંત્રી ઓમપ્રકાશ બાબારાવ કડુએ દાવો કર્યો છે કે, શિંદેને સમર્થન આપતા ધારાસભ્યોની સંખ્યાવધી રહી છે અને તે 40 ને પાર પણ થઈ શકે છે.

કડુએ કહ્યું કે શિંદે જે પણ નિર્ણય લેશે તે અમને બધાને સ્વીકાર્ય

કડુએ કહ્યું કે શિંદે જે પણ નિર્ણય લેશે તે અમને બધાને સ્વીકાર્ય

એક ખાનગી મરાઠી ચેનલ સાથે વાત કરતા કડુએ કહ્યું કે શિંદે જે પણ નિર્ણય લેશે તે અમને બધાને સ્વીકાર્ય હશે. તેમણે કહ્યું કે, શિંદેએશિવસેના છોડી નથી કે પાર્ટી સામે બળવો કર્યો નથી. તેમણે કહ્યું કે, શિંદેએ કહ્યું છે કે 40 ધારાસભ્યો તેમની સાથે છે, જેઓ બુધવારની વહેલીસવારે સુરતથી ગુવાહાટી જવા રવાના થયા હતા.

English summary
Maharashtra Political Crisis : Will Uddhav Thackeray resign as CM? May announce by evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X