For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુણે ભૂસ્ખલન: તસવીરોમાં જુઓ કેવી રીતે થશે 150 લાશોના અંતિમ સંસ્કાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પુણે, 31 જુલાઇ: શહેરથી લગભગ 110 કિલોમીટર દૂર મલિન ગામમાં ભૂસ્ખલન બાદ મચેલી તબાહીમાં લાશોને કાઢવાનો સિલસિલો ચાલુ છે. બુધવારે બપોરથી શરૂ થયેલા બચાવ કાર્યમાં અત્યાર સુધી 22 લાશોને કાઢવામાં આવી છે. સૌથી મોટો પડકાર એ છે કે ભારે વરસાદની વચ્ચે આટલી બધી લાશોનો અંતિમ સંસ્કાર કેવી કરવામાં આવશે.

અંતિમ સંસ્કાર એક બે નહી પરંતુ બની શકે કે 100થી વધુ લાશોના કરવા પડે, કારણ કે હજુ સુધી 150થી વધુ લોકો ગુમ છે. જો કે ગામના કેટલાક ભાગમાં જ્યાં તબાહી મચી નથી, ત્યાં કાટમાળ નીચેથી મોડી રાત સુધી કેટલાક લોકોને જીવતા કાઢવામાં આવ્યા છે. દુર્ગમ રસ્તો હોવાના લીધે સરકારી બચાવ દળોને અહીં પહોંચવામાં ખૂબ મુશ્કેલી વેઠવી પડી, જો કે એનડીઆરએફની નવ ટીમો પહોંચી ચુકી છે.

અકસ્માતમાં 50થી વધુ મકાન કાટમાળમાં ફેરવાઇ ગયા છે. આ તે જગ્યા છે, જ્યાં મોબાઇલ નેટવર્ક પણ બરોબર આવતું નથી. તસવીરોની સાથે અકસ્માત સાથે જોડાયેલા તથ્યો જુઓ સ્લાઇડરમાં.

 તબાહીનું દ્રશ્ય

તબાહીનું દ્રશ્ય

તબાહી એટલી હદે મચી છે કે પલળેલી માટી નીચે તમામ જીવતા લોકો જે બચી શકતા હતા, તે પણ મોતના મોંઢામાં જતા રહ્યાં.

 લાઇફ ડિટેક્ટર મશીન

લાઇફ ડિટેક્ટર મશીન

લાઇફ ડિટેક્ટર મશીનો લગાવવામાં આવી છે, જે લાશની ધડકનો સાંભળીને શોધી કાઢે છે કે વ્યક્તિ જીવતો છે કે મૃત્યું પામ્યો છે.

રાજનાથ તથા શરદ યાદવ કરશે નિરિક્ષણ

રાજનાથ તથા શરદ યાદવ કરશે નિરિક્ષણ

કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને એનસીપી પ્રમુખ શરદ પવાર આજે ઘટનાસ્થળની મુલાકાત લઇ પરિસ્થિતીનું નિરિક્ષણ કરશે.

 અંતિમ સંસ્કાર ન થયા તો

અંતિમ સંસ્કાર ન થયા તો

અહીંયા આટલી મોટી સંખ્યામાં લાશોના અંતિમ સંસ્કાર સમયસર ન થાય તો બિમારીઓ ફેલાવવાની આશંકા વધી જશે.

 સડવા લાગી છે લાશો

સડવા લાગી છે લાશો

વરસાદના પાણીના લીધે કાટમાળ નીચે દબાયેલી લાશો સડવા લાગી છે. ઠેર-ઠેર વાસ શરૂ થઇ ગઇ છે.

ગઇકાલે બંધ થયો હતો વરસાદ

ગઇકાલે બંધ થયો હતો વરસાદ

વરસાદ બંધ થતાં ગઇકાલે રાહત કાર્યમાં થોડી આસાની થઇ હતી, ત્યારબાદ 18 લાશો કાઢવામાં આવી હતી.

આજે ભારે વરસાદ

આજે ભારે વરસાદ

સવારથી જ મૂશળાધાર વરસાદ શરૂ થઇ ગઇ છે, આથી જ તે રાહત કાર્યમાં ખાસ સમસ્યા આવી રહી નથી.

ચારે તરફ ગમગીન માહોલ

ચારે તરફ ગમગીન માહોલ

મલિન ગામમાં ચારે તરફ માહોલ ગમગીન થઇ ગયો છે. આંસૂ બંધ થવાનું નામ લેતાં નથી અને પરિજનોના સમાચાર લેવા માટે લોકો પરેશાન છે.

બરબાદ કરી દિધું

બરબાદ કરી દિધું

ભારે વરસાદ અને ભૂસ્ખલને પુણેના એક ગામને બરબાદ કરી દિધું.

કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો

કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો

ડીએમ કાર્યાલયમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. મોડી રાત્રે મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે ઘટનાસ્થળે પર જઇને સ્થિતીનું નિરિક્ષણ કર્યું હતું.

English summary
Death toll is continuously increasing in Pune Malin village where landslide took place on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X