રત્નાગિરીમાં ડેમ તૂટવાથી બેના મોત, 22 જણ ગુમ, 12 ઘર વહી ગયા
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા મૂસળધાર વરસાદના કારણે ઘણા લોકોના જીવ ગયા. રત્નાગિરીમાં તિવારી ડેમ તૂટી જવાથી 2 જણના મોત નીપજ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા મૂસળધાર વરસાદના કારણે ઘણા લોકોના જીવ ગયા. રત્નાગિરીમાં તિવારી ડેમ તૂટી જવાથી 2 જણના મોત નીપજ્યા છે. તેમના શબને એનડીઆરએફની ટીમે બહાર કાઢ્યા છે. આ દૂર્ઘટનામાં હજુ પણ 22-24 લોકો ગાયબ થવાના સમાચાર છે. ડેમ તૂટવાના કારણે લગભગ 12 ઘરમાં પાણીમાં વહી ગયા છે. સ્થાનિક પ્રશાસન, પોલિસ અને સ્વયંસેવકો સ્થળ પર રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મંગળવારે મુંબઈમાં મોટી દૂર્ઘટના સામે આવી હતી જ્યાં એક બિલ્ડિંગની દિવાલ પડી જવાથી ડઝનેક લોકોના મોત નીપજ્યા હતા. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે લગભગ 36 લોકોના મોત થઈ ચૂક્યા છે. લોકોના મોતનો આંકડો વધી રહ્યો છે. મુંબઈમાં દિવાલ પડવાથી 24 જણના મોત થઈ ગયા હતા. આ ઉપરાંત અલગ અલગ ભાગોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિક પ્રશાસને મંગળવારે રજાની જાહેરાત કરી હતી.
મુંબઈમાં 24 કલાકની અંદર થયેલો 2005 બાદનો સૌથી ભારે વરસાદ છે. હવામાન વિભાગે મુંબઈમાટે વરસાદની એલર્ટ શુક્રવાર સુધી વધારી દીધી છે. આગામી 24 કલાકો માટે મુંબઈમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ અને તેના પડોશી શહેર ઠાણેમાં એક દિવસની રજા જાહેર કરી દીધી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક ટ્વીટમાં કહ્યુ કે, 'આજે પણ મુંબઈમાં આઈએમડીની ભારે વરસાદની ભવિષ્યવાણીના કારણે લોકોને એ સલાહ આપવામાં આવે છે કે તે જ્યાં સુધી બહુ જરૂર ન હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર ના નીકશે.'












Click it and Unblock the Notifications
