RSS સંલગ્ન ટ્રસ્ટને સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને સીએમ ઉદ્ધવે અટકાવ્યો

મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારે પૂર્વની ભાજપ સરકારના આરએસએસ સાથે જોડાયેલા એક ટ્રસ્ટનના સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને બદલી દીધો છે.

મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારે પૂર્વની ભાજપ સરકારના આરએસએસ સાથે જોડાયેલા એક ટ્રસ્ટના સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને બદલી દીધો છે. ફડણવીસ સરકારે આરએસએસ સાથે જોડાયેલ ફાઉન્ડેશન રિસર્ચ ફૉર રિસર્જન્સને જમીન ખરીદીમા સ્ટેમ્પ ડ્યુટીમાંથી છૂટ આપી હતી. બુધવારે સીએમ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં થયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણયને રદ કરી દેવામાં આવ્યો.

105 એકર જમીનની ખરીદી પર મળી હતી છૂટ

105 એકર જમીનની ખરીદી પર મળી હતી છૂટ

આરએસએસ તરફથી ચલાવાતા ફાઉન્ડેશન રિસર્ચ ફૉર રિસર્જન્સે નાગપુરના કોટલા વિસ્તારમાં 105 એકર જમીન ખરીદી હતી. સપ્ટેમ્બર 2019ના રોજ દેવેન્દ્ર ફડણવીસ સરકારે ફાઉન્ડેશનને સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી છૂટ આપી દીધી હતી.

ઉદ્ધવ ઠાકરેએ પલટ્યો નિર્ણય

ઉદ્ધવ ઠાકરેએ પલટ્યો નિર્ણય

આ જમીન પર ફાઉન્ડેશનને લગભગ 1.5 કરોડની ડ્યુટી આપવાની હતી. જેને ફડણવીસ સરકારે કેબિનેટ બેઠક કરીને માફ કરી દીધી હતી. હવે ઉદ્ધવ સરકારે આ નિર્ણયને ફેરવી દીધો છે. કહેવામાં આવે છે કે સરકારી ખજાના પર નાણાંકીય દબાણને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસ સરકારની છેલ્લી કેબિનેટ બેઠકમાં લેવાયેલા બધા નિર્ણયોની સમીક્ષાના આદેશ આપ્યા છે.

જૂની સરકારના ઘણા નિર્ણયો પર રોક

જૂની સરકારના ઘણા નિર્ણયો પર રોક

આ પહેલા મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરેએ કાર્યભાર સંભાળ્યા બાદ એકદમ મેટ્રો કાર શેડ નિર્માણનુ કામ રોકવાનો આદેશ આપી દીધો હતો. ઉદ્ધવે કહ્યુ હતુ, મેટ્રોનુ કામ નહિ અટકે પરંતુ આવતા નિર્ણય સુધી આરેના જંગલોનુ એક પત્તુ પણ કાપવામાં આવશે નહિ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X