16 ડિસેમ્બરના ગેંગરેપ માટે નિર્ભયા પોતે જવાબદાર: મહિલા આયોગ

Posted By:
Subscribe to Oneindia News

નાગપુર, 29 જાન્યુઆરી: જે ગતિએ દેશના અલગ-અલગ ભાગોમાં મહિલાઓ વિરૂદ્ધ અપરાધ થઇ રહ્યાં છે તેનાથે એક વાત સાબિત થાય છે કે મહિલાઓ કાંઇપણ સુરક્ષિત નથી. મહિલાઓની સાથે થનાર બળાત્કાર અને ગેંગરેપ બાદ નેતાઓની નિવેદનબાજી ઘણીવાર સાંભળી હશે, પરંતુ દેશમાં મહિલાઓના હિતો અને તેમના અધિકાર માટે લડનાર સંસ્થા મહિલા આયોગના સભ્યનું માનવું છે કે બળાત્કાર માટે મહિલાઓ પોતે જવાબદાર છે. તે શરમજનક નિવેદન આપ્યું છે મહારાષ્ટ્રની નેતા આશા મિર્ઝે જે મહારાષ્ટ્ર મહિલા આયોગની સભ્ય છે.

પોતાના એક વિવાદાસ્પદ નિવેદનમાં આશા મિર્ઝએ કહ્યું હતું કે બળાત્કારની ઘટનાઓ માટે મહિલાઓ પણ જવાબદાર હોય છે. મહારાષ્ટ્રની મહિલા આયોગની સભ્ય આશા મિર્ઝેના અનુસાર મહિલાઓના કપડાં અને તેમનો વ્યવહાર બળાત્કાર જેવી નિર્મમ ઘટનાઓ માટે જવાબદાર છે. નાગપુરમાં પાર્ટીની મહિલા કાર્યકર્તાઓને બેઠકમાં આ વાત કરતાં મહારાષ્ટ્રમાં સત્તારૂઢ કોંગ્રેસની સહયોગી પાર્ટી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહિલા આયોગની સભ્ય આશા મિર્ઝેએ ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ડિસેમ્બર 2012માં દિલ્હીમાં થયેલા બહુચર્ચિત ગેંગરેપ માટે પેરા-મેડિકલની વિદ્યાર્થીની પણ જવાબદાર છે. આટલું જ નહી મુંબઇની શક્તિ મિલ્સ પરિસરમાં એક મહિલા ફોટો પત્રકાર સાથે ગેંગરેપની પણ ટિપ્પણી કરી હતી.

delhi-gang-rape-new

આશા મિર્ઝેએ પોતાના નિવેદનને ઉદાહરણો દ્વારા બળ પુરૂ પાડવાનો પ્રયત્ન કરતાં કહ્યું હતું કે શું નિર્ભયાને 11 વાગે રાત્રે પોતાના મિત્ર સાથે ફિલ્મ જોવા જવું જરૂરી હતું? શું શક્તિ મિલ્સ ગેંગરેપ પીડિતાને સાંજે છ વાગે સુમસામ જગ્યા પર જવું જરૂરી હતું. તેમને ફક્ત આ ઘટનાઓનો જ ઉલ્લેખ ન કર્યો પરંતુ બળાત્કારની ઘટનાઓ માટે મહિલાઓના કપડાં, તેમના વ્યવહાર અને તેમનું ખોટી જગ્યાએ જવાને જવાબદાર ગણાવી. મહિલા આયોગની સભ્યના આ વિવાદાસ્પદ નિવેદન પર લોકોનો રોષ ફાટી નિકળ્યો છે. લોકો તેમના નિવેદનોની ટિકા કરી રહ્યાં છે તો મહિલા આયોગ હજુ સુધી સુધી મૌન છે.

English summary
A member of a women's commission panel has blamed women for rape. She said that Women too are responsible to for rape. Their clothing and behaviour too play a part.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.