For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનું 'ગ્રામ સ્વરાજ'નું સપનું અવાસ્તવિક : શશિ થરૂર

|
Google Oneindia Gujarati News

shashi tharoor
પણજી, 31 મે : કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી શશિ થરૂરે અહીં શુક્રવારે કહ્યું કે આજે આપણે જે દૌરમાં જીવી રહ્યા છીએ, તેમાં મહાત્મા ગાંધીનું 'ગ્રામ સ્વરાજ'નું સપનું વાસ્તવિકતાથી ઘણું દૂર છે. થરૂર, ભારતીય મેનેજમેન્ટ સંસ્થા દ્વારા પણજીના મિરામરમાં આયોજીત 'વિશ્વ મેનેજમેન્ટ કોન્ફ્રેન્સ'માં પોતાના વક્તવ્ય બાદ સવાલ-જવાબ સત્રમાં ભાગ લીધો હતો.

થરૂરે કહ્યું કે 'ગ્રામ સ્વરાજની અવધારણા વાસ્તવિકતાથી દૂર છે. વિશ્વ બીજી દિશામાં આગળ વધી રહ્યો છે.' તેમણે કહ્યું કે 'અમે એક મોટા અંતર-નિર્ભર દુનિયાના લોકો છીએ.' એ વિચાર કે ગામ આપણા ખાદ્યાન્ન ઉત્પાદિત કરશે અને તે આત્મનિર્ભર બનશે, તે આપણા જીવનકાળમાં સંભવ નથી.

સંયુક્ત રાષ્ટ્રમાં અધિકારી રહી ચૂકેલા થરૂરે કહ્યું કે 'ગ્રામ સ્વરાજનો વિચાર અંતર-નિર્ભર અને વૈશ્વિકરણના યુગમાં અસંભવ માલૂમ પડે છે. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે કોઇ યથાર્થ સાધન નથી.'

થરૂરે એ પણ કહ્યું કે તે સાર્વજનિક વિસ્તારના ઉપક્રમોના મોટા પ્રશંસક નથી. તેમણે કહ્યું કે 'પીએસયૂને નાનું હોવું જોઇએ. તેને એવા ક્ષેત્રમાં હોવું જોઇએ જેમાં સાર્વજનિક સ્વામિત્વની દરકાર છે.' આને તેમણે પોતાની અંગત માન્યતા ગણાવી. રાજ્યમંત્રીએ કહ્યું કે તેઓ સંપૂર્ણ રીતે ખાનગીકૃત ઉડ્ડયન જોવા માંગશે.

English summary
Mahatma Gandhi's vision of "gram raj" is not realistic in the times we live in, union Minister of State for Human Resource Development (HRD) Shashi Tharoor said here Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X