For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Xiaomi India વિરૂદ્ધ EDની મોટી કાર્યવાહી, 5,551 કરોડ રૂપિયા જપ્ત કરાયા!

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સ્માર્ટફોન નિર્માતા ચીની કંપની Xiaomi પર તેની પકડ વધુ કડક કરી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સ્માર્ટફોન નિર્માતા ચીની કંપની Xiaomi પર તેની પકડ વધુ કડક કરી રહી છે. શનિવારે આ મામલામાં મોટી કાર્યવાહી કરતા EDએ Xiaomi India Pvt Ltd ના બેંક ખાતાઓમાં જમા કરાયેલા 5551.27 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આ સંદર્ભમાં જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે EDએ કંપની દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડી મામલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 હેઠળ આ કાર્યવાહી હાથ ધરી છે.

ED

નોંધનીય છે કે કંપની ભારતમાં MI અને Redmi બ્રાન્ડ નામો હેઠળ મોબાઈલ ફોનનો બિઝનેસ કરે છે. કરાયેલી કાર્યવાહી અંગે માહિતી આપતા EDએ કહ્યું કે Xiaomi India એ ચીન સ્થિત Xiaomi ગ્રુપની સંપૂર્ણ માલિકીની કંપની છે. એજન્સીએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2022 માં ચીની કંપની દ્વારા વિદેશમાં મોકલવામાં આવેલા કથિત ગેરકાયદેસર રેમિટન્સના સંબંધમાં કંપની વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની સંબંધિત કલમો હેઠળ ખાતાઓમાં જમા રકમ જપ્ત કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, Xiaomi ઇન્ડિયાએ વર્ષ 2014માં દેશમાં તેની કામગીરી શરૂ કરી હતી અને વર્ષ 2015થી નાણાં મોકલવાનું શરૂ કર્યું હતું. કંપનીએ ત્રણ વિદેશી કંપનીઓને રોયલ્ટીની આડમાં રૂ. 5551.27 કરોડ જેટલું વિદેશી હૂંડિયામણ મોકલ્યું હતું. આ કંપનીઓમાં Xiaomi ગ્રુપની એક એન્ટિટીનું નામ પણ સામેલ છે. રોયલ્ટીના નામે આ મોટી રકમ Xiaomi ગ્રુપની સંસ્થાઓના નિર્દેશ પર મોકલવામાં આવી હતી, જ્યારે અન્ય બે કંપનીઓ અમેરિકન હતી.

ED એ તેના નિવેદનમાં કહ્યું કે Xiaomi India મોબાઈલ ફોનના ઉત્પાદન અને વિતરણની જવાબદારી સંભાળવાનું ચાલુ રાખ્યું, જ્યારે તેણે આ ત્રણ વિદેશી કંપનીઓ પાસેથી ક્યારેય કોઈ સેવા લીધી નથી. પરંતુ આ કંપનીઓને પૈસા ચોક્કસપણે મોકલવામાં આવ્યા હતા. કંપનીએ રોયલ્ટીના નામે આટલી મોટી રકમ વિદેશમાં મોકલી હતી, જે ફેમાની કલમ 4નું સીધું ઉલ્લંઘન છે. કંપની દ્વારા વિદેશમાં નાણાં મોકલવા અંગે પણ બેંકોને ખોટી માહિતી આપવામાં આવી હતી.

English summary
Major ED action against Xiaomi India, Rs 5,551 crore seized!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X