For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન સીમા વિવાદઃ મેજર જનરલ રેંકના અધિકારીઓની આજે બેઠક, ગલવાન વિસ્તારમાં થશે વાત

ચીન સીમા વિવાદઃ મેજર જનરલ રેંકના અધિકારીઓની આજે બેઠક, ગલવાન વિસ્તારમાં થશે વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચીન સીમા પર પાછલા દોઢ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન સોમવારે રાતે બંને દેશના સૈનિકો આમને સામને આવી ગયા હતા, જેમાં ભારતીય સેનાના કમાંડિગ ઑફિસર સહિત 20 જવાન શહીદ થઇ ગયા છે. જ્યારે ચીનના પણ 40થી વધુ જવાન મૃત્યુ પામ્યા છે. આ હિંસા બાદ બંને દેશોની સેના ફરીથી વાતચીત દ્વારા વિવાદન ઉકેલવા માટે પગલું ભર્યું છે. જે અંતર્ગત આજે લદ્દાખણાં બંને દેશના મેજર જનરલ રેંકના અધિકારી બેઠક કરશે.

china

ભારતીય સેનાના સૂત્રો મુજબ 20 સૈનિકો શહીદ થયા બાદ બંને દેશમાં તણાવ બહુ વધી ગયો છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને, સાથે જ ગલવાન વિસ્તારમાં ચાલી રહેલ વિવાદ ખતમ કરવા માટે આજે બંને દેશોના મેજર જનરલ રેંકના અધિકારી લદ્દાખમાં બેઠક કરશે. આ બેઠકમાં 15-16 જૂનની રાતે થયેલ હિંસા પર પણ ચર્ચા થશે. અગાઉ ભારતીય વિદેશ મંત્રાલયે ચીની વિદેશ મંત્રાલય સમક્ષ લદ્દાખમાં થયેલ ઘટના પર આપત્તિ જતાવી હતી.

બુધવારની બેઠકમાં કંઇ હલ ના નીકળ્યો

અગાઉ બંને દેશના પ્રમુખ જનરલોએ ગલવાનને લઇ બેઠક કરી હતી, જેમાંથી કોઇ પરિણામ નહોતું નીકળ્યું. સૂત્રો પાસેથી મળેલી જાણખારી મુજબ કોઇપણ પ્રકારના જમીની બદલાવ ના હોવાના કારણે આ વાતચીત અનિર્ણાયક રહી છે. આની સાથે જ ચીનની નાપાક હરકતને જોતા ભારતીય સેનાએ LAC પર પેટ્રોલિંગ વધારી દીધું છે. સાથે જ સૈનિકોને પણ સતર્ક રહેવા કહી દેવામાં આવ્યું છે.

India-China tension: ત્રિરંગામાં લપેટાયેલા 20 બહાદૂર શહીદોના શબ પહોંચ્યા તેમના ઘરેIndia-China tension: ત્રિરંગામાં લપેટાયેલા 20 બહાદૂર શહીદોના શબ પહોંચ્યા તેમના ઘરે

English summary
major general level talk between india and china at galwan valley
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X