For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકના ધારવાડમાં માર્ગ અકસ્માત, 11 લોકોના મોત, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ

કર્ણાટકના ધારવાડમાં મિની બસ માર્ગ અકસ્માતનો શિકાર થઈ ગઈ છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કર્ણાટકમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. કર્ણાટકના ધારવાડમાં મિની બસ માર્ગ અકસ્માતનો શિકાર થઈ ગઈ છે જેમાં 11 લોકોના દર્દનાક મોત થઈ ગયા છે. ધારવાડની આ દર્દનાક ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને કહ્યુ કે કર્ણાટકના ધારવાડ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારો સાથે છે. દૂર્ઘટનામાં ઘાયલ લોકોના જલ્દી સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરુ છુ.

pm modi

માહિતી મુજબ મિની બસ અને ટિપરની પરસ્પર ટક્કર થઈ ગઈ. આ ટક્કર એટલી ભયાનક હતી કે ટિપરમાં બેઠેલી દસ મહિલાઓ અને ચાલકના ઘટના સ્થળે જ મોત થઈ ગયુ. જે મહિલાઓની આ દૂર્ઘટનામાં મોત થયુ છે તે દાવણગેરેમાં મહિલા ક્લબ સાથે જોડાયેલુ હતુ. આ બધા લોકો ગોવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ધારવાડમાં આ દૂર્ઘટના બની ગઈ. દૂર્ઘટનામાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. બે લોકોને દૂર્ઘટનામાં સામાન્ય ઈજા થઈ છે. ઘાયલોને હુબલીના કેઆઈએમએસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઘટના બાદ જિલ્લા પોલિસ અધિક્ષક કૃષ્ણકાંત ઘટના સ્થળે પહોંચ્યા અને રાહત-બચાવનુ કાર્ય ચલાવ્યુ.

આરોગ્ય મંત્રી બોલ્યા - વેક્સીન લેવા માટે તૈયાર છે 80% ભારતીય, તેમને PM મોદી પર છે ભરોસોઆરોગ્ય મંત્રી બોલ્યા - વેક્સીન લેવા માટે તૈયાર છે 80% ભારતીય, તેમને PM મોદી પર છે ભરોસો

English summary
Major road accident in Karnataka Dharwad PM Modi express his grief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X