મલાઇકાનો સવાલ.. યુવતીઓના નાના કપડા પશ્ચિમી સંસ્કૃતિ અને રેપ ભારતીય સભ્યતા?

Subscribe to Oneindia News

નવા વર્ષની ઉજવણીની આડમાં બેંગલુરુના રસ્તા પર મહિલાઓ અને યુવતીઓ સાથે જે કંઇ પણ થયુ તે ખૂબ જ શરમજનક અને રુંવાડા ઉભા કરી દે તેવુ છે. આ વિશે વાત કરતા હિન્દી સિનેમાની જાણીતી આઇટમ ગર્લ મલાઇકા અરોરા ખાને કહ્યુ કે જે કંઇ પણ થયુ છે તે લોકોના ગંદા વિચારો વ્યક્ત કરે છે પરંતુ આ ગંદી હરકતથી વધુ ભયાનક અને ખરાબ એ લોકો છે જે આ ઘટના માટે મહિલાઓના કપડાને જવાબદાર ગણાવે છે.

malaika

મલાઇકાએ પોતાના ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો અને તેની સાથે ખૂબ જ કઠોર શબ્દોમાં લખ્યુ કે દરેક વખતે મહિલાની સુરક્ષા મારી જવાબદારી છે.

મલાઇકાનો સંદેશ આ છે...

• હું શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં મારી ફ્રેંડ્સ સાથે પાર્ટી કરવા બહાર ગઇ. તે લોકો ભીડમાં આવ્યા અને અમારી સાથે છેડતી કરી પરંતુ મારી સુરક્ષા મારી જવાબદારી છે.

• ફરી વાર હું એવા ડિસ્કોથેકમાં ગઇ જ્યાં બાઉંસર્સ હતા પરંતુ ત્યારે તે લોકો અંદર આવ્યા અને અમારા કપડા ફાડ્યા પરંતુ મારી સુરક્ષા મારી જવાબદારી છે.

• ત્યારબાદ હું મારા એક યુવક દોસ્ત સાથે ફિલ્મ જોવા ગઇ. જેથી તે મને કંપની આપી શકે. આ વખતે તેમણે મને બસની અંદર ધકેલી અને મારા પ્રાઇવેટ પાર્ટમાં રોડ નાખી દીધી પરંતુ મારી સુરક્ષા મારી જવાબદારી છે.

• હવે હું સલવાર કમીઝ પહેરીને પૂરેપૂરા ઢંકાયેલા કપડામાં કોલેજ ગઇ. તે લોકો આવ્યા અને મને ખૂણામાં લઇ જઇને મારી સાથે છેડતી કરી પરંતુ મારી સુરક્ષા મારી જવાબદારી છે.

• હું ફરીથી મારા પરિવાર સાથે રહેવા લાગી, સુરક્ષિત અનુભવવા લાગી. પરંતુ તે મારા સંબંધીઓ અને નજીકના લોકો જ હતા. જ્યારે જબરદસ્તીથી તેમણે મારા કપડા ઉતાર્યા ત્યારે તેમણે મને દીકરીની નજરથી ન જોઇ પરંતુ મારી સુરક્ષા મારી જવાબદારી છે.

• હવે મે પોતાને બાથરુમમાં બંધ કરી દીધી છે. તે સામેવાળા ધાબા પર ઉભા છે અને બારીમાંથી ઝાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ મારી સુરક્ષા મારી જવાબદારી છે.

• હવે તેમણે મને ત્યાં પહોંચાડી દીધી જ્યાં તેઓ ઇચ્છતા હતા. મારી લડવાની ક્ષમતા ખતમ થઇ ચૂકી છે. મારી આત્મા તૂટી ચૂકી છે. હું તે ભારતીય મહિલા છુ જે સ્પોર્ટસમાં ભારતનું નામ ઉંચુ કરી શકે છે. દેશ માટે મેડલ લાવી શકે છે. પરંતુ આ બધુ ત્યારે થઇ શકશે જ્યારે હું બાથરુમમાંથી બહાર નીકળીશ.

• ડિસ્ક્લેમર: નાના કપડા પહેરતી યુવતીઓ પશ્ચિમી કલ્ચર કોપી કરી રહી છે, રેપ કરનારા યુવકો ભારતીય કલ્ચર કોપી કરી રહ્યા છે?

English summary
Malaika Arora Khan took to Instagram to speak on women's safety, slams those who blame women for Bengaluru Molestation.
Please Wait while comments are loading...