દિલ્હી પોલીસે વિદ્યાર્થીનીઓની કરી પિટાઇ, વાયરલ થયો વીડિયો

Written By:
Subscribe to Oneindia News

દિલ્હી યૂનિવર્સિટી ના રામજસ કોલેજમાં બુધવારે આરએસએસ ની એક વિદ્યાર્થીની ઇકાઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી) અને ઓલ ઇન્ડિયા સ્ટૂડન્ટ્સ એસોસિએશન(આઇસા) વચ્ચે ઝપાઝપી થયા બાદ પોલીસ કર્મચારીઓએ વિદ્યાર્થીનીઓ સાથે અણછાજતું વર્તન કર્યું હતું, પોલીસ કર્મચારીઓએ વિદ્યાર્થીનીઓને પિટાઇ કરી હતી અને તેમને ઘસડીને ગાડીમાં ચડાવવામાં આવ્યા હતા. આ આખી ઘટનાને વેબસાઇટ ધ ક્વિંટના રિપોર્ટરે પોતાના કેમેરામાં કેદ કરી હતી.

ramjas

ધ ક્વિંટ તરફથી દિલ્હી પોલીસ કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં આ આખી ઘટના વર્ણવવામાં આવી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસે મહિલાઓની સાથે સાથે પત્રકારોની પણ ધોલાઇ કરી હતી. પોલીસ કર્મચારીઓએ કેમેરો તોડવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

વીડિયો માં સાફ જોઇ શકાય છે કે, પોલીસ કર્મચારીઓ કઇ રીતે એક વિદ્યાર્થીનીને ગાડી તરફ ધકેલી રહ્યા છે. અન્ય પોલીસ કર્મચારી વિદ્યાર્થીનીની પિટાઇ કરી રહ્યો છે. આ દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓ ક્યાંય જોવા નથી મળતી.

અહીં જુઓઃ Video:જેલ જતાં પહેલાં અમ્માની સમાધિ પર આ શું કર્યું શશિકલાએ?

ઉલ્લેખનીય છે કે, જેએનયુના એક વિદ્યાર્થી ઉમર ખાલિદ અને શહલા રાશિદને રામજસ કોલેજ તરફથી એક સેમિનાર માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેને કારણે એબીવીપીમાં ભારે હોબાળો થયો હતો. આમંત્રણ રદ્દ થતાં એબીવીપી અને આઇસાના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી, જેમાં પોલીસના આવા વર્તનને કારણે અનેક સવાલો ઊભા થાય છે. આ મામલે ઘણા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

English summary
Male Cops Beat girl student at Ramjas college video goes viral.
Please Wait while comments are loading...