
ઉત્તરપ્રદેશમાં 1, 177, 933 બાળકો ભૂખ્યા, પેટભર ખાવાનું નહીં
ઉત્તરપ્રદેશમાં કુપોષણ પોતાના પગ જમાવી રહ્યું છે. પ્રદેશના 75 જિલ્લામાં 1, 177, 933 બાળકો અતિકુપોષિત છે. આ બાળકો પોષણના અભાવે બદહાલ જીવન જીવવા મજબૂર છે. ઉત્તરપ્રદેશ સરકારે અતિકુપોષિત બાળકોને ચિન્હીત કર્યા છે. પરંતુ બે દિવસ અભિયાન ચાલુ રાખ્યા બાદ પણ હજી સુધી અડધા કુપોષિત બાળકો પણ નથી શોધી શકાયા.
પ્રદેશમાં કુપોષિત બાળકોની વધતી સંખ્યા સરકાર માટે લાલબત્તી સમાન છે. પાંચ વર્ષના બાળકોની સંખ્યા બે કરોડ 26 લાખ 53 હજાર 877 છે. સ્વાસ્થ્ય વિભાગે અતિકુપોષિત બાળકો માટે જે માનકો નક્કી કર્યાં છે તે મુજબ કુલ 22 લાખ 65 હજાર 387 બાળકો અતિકુપોષિત છે.
પ્રદેશમાં કુપોષણની સમસ્યાને નિવારવા માટે મુખ્ય સચિવે બધાં જ 75 જિલ્લાના ડીમને બાળકોના વજન કરાવવાની જવાબદારી આપી હતી. જેના આંકડા ચોંકવનારા છે.
સરકાર રેડ ઝોનના બાળકોને યલો ઝોનમાં લાવવાના પ્રયત્નો કરી રહી છે. રેડ ઝોનમાં એ બાળકોને રાખવામાં આવે છે, જે બાળકો પોતાની ઉંમરની તુલનામાં ઘણાં જ કમજોર હોય છે. જ્યારે યલો ઝોનમાં તે બાળકોને રાખવામાં આવ્યાં છે. કુપોષણ અને સ્વસ્થ્ય બાળકોની સીમારેખા પર હોય છે.

પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો
ઉત્તરપ્રદેશમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો 22, 653, 877 છે.

કુપોષણની તપાસ
કુલ 19,709, 707 બાળકોમાં કુપોષણની સમસ્યાની જાણકારી માટે વજન કરવામાં આવ્યા.

22 લાખ બાળકો અતિકુપોષણનો શિકાર
વજન કરવામાં આવેલા બાળકોમાં 2, 265, 387 બાળકો અતિકુપોષણનો શિકાર છે.

11 લાખને ચિન્હીત કરવામાં આવ્યા
જેમાંથી 1, 177, 933 બાળકોની ઓળખ કરવામાં આવી.

10 લાખ બાળકો છૂટી ગયા
1,087,454 બાળકોને હજી સુધી ચિન્હીત નથી કરવામાં આવ્યાં.

3.45 કરોડ બાળકો શાળાએ નથી જતા
યુપીની બદહાલ શિક્ષા, 3.45 કરોડ બાળકો શાળાએ નથી જતા.