For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ વિશે મંત્રીના વિવાદિત નિવેદનને લઈને મમતા બેનર્જીએ માફી માંગી!

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વિશે ટીએમસી નેતા અખિલ ગીરીના વિવાદીત નિવેદનને લઈને મોટો વિવાદ થયો હતો. હવે આ મુદ્દે પાર્ટી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ માફી માંગી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વિશે ટીએમસી નેતા અખિલ ગીરીના વિવાદીત નિવેદનને લઈને મોટો વિવાદ થયો હતો. હવે આ મુદ્દે પાર્ટી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ માફી માંગી છે. માફી માંગતા મમતા બેનર્જીએ કહ્યું કે, વ્યક્તિગત ટિપ્પણી કરવી તે તેમની પાર્ટીની સંસ્કૃતિમાં નથી. ધારાસભ્યને તેમની ટિપ્પણીઓ માટે ચેતવણી આપવામાં આવી છે.

Mamata Banerjee

ટીએમસી ધારાસભ્ય અને મંત્રી અખિલ ગીરીએ રાષ્ટ્રપતિ વિરૂદ્ધ અભદ્ર્ ટિપ્પણી કરી હતી. જેને લઈને બીજેપીએ રાજભવન સુધી વિરોધ માર્ચ યોજી હતી. અખિલ ગીરીનો ટિપ્પણી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ સર્જાયો હતો.

વીડિયોમાં અખિલ ગિરી કહી રહ્યા છે કે, તેઓએ કહ્યું કે હું સુંદર નથી. અમે દેખાવ દ્વારા કોઈનો ન્યાય કરતા નથી. અમે રાષ્ટ્રપતિના કાર્યાલયનું સન્માન કરીએ છીએ. પરંતુ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે? ગિરીના નિવેદન બાદ વિવાદ ઊભો થતા તેમણે પણ પોતાના નિવેદન માટે માફી માંગી હતી.

હવે મમતા બેનર્જીએ માફી માંગતા કહ્યું કે, અમે તમામ રાષ્ટ્રપતિનું સન્માન કરીએ છીએ. તેઓ ખૂબ જ આદરણીય મહિલા છે. અખિલ ગિરીએ આવું ન બોલવું જોઈતું હતું. અમે તેની નિંદા કરીએ છીએ. પાર્ટીએ તેમને ચેતવણી આપી છે. અમે આ નિવેદનને સમર્થન આપતા નથી. તેમણે આ મુદ્દે આગળ કઈં ન બોલવુ જોઈએ, અખિલે અન્યાય કર્યો છે.

મમતા બેનર્જીએ આગળ કહ્યું કે, બોલવું એ એક કળા છે. હું ક્યારેક 'Kimbhutkimakar' શબ્દનો ઉપયોગ કરું છું, તેનો અંગ્રેજીમાં વિચિત્ર અર્થ છે. તે શબ્દકોશમાં એક શબ્દ છે. મેં શબ્દકોશમાંથી કોઈ શબ્દનો ઉપયોગ કર્યો નથી. જો હું ક્યારેય ખરાબ શબ્દ બોલું છું, તો હું તેને તરત જ પાછો લઈ લઉં છું અને આપણી પાસે તે અધિકાર છે.

English summary
Mamata Banerjee apologized for the minister's controversial statement about the President
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X