For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંગાળમાં મમતાને ટક્કર આપવી મોદી માટે મોટો પડકાર, જાણો શા માટે?

બંગાળમાં મમતાને ટક્કર આપવી મોદી માટે મોટો પડકાર, જાણો શા માટે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પહેલાથી પણ વિશાળ મેનડેટ આપી જ્યારે જનતાએ મોદીને બીજીવાર સત્તામાં બેસાડ્યા છે, તો તેમણે સબકા સાથ સબકા વિકાસના પોતાના નારામાં સબકા વિશ્વાસ પણ જોડી દીધું. પીએમ મોદીએ પોતાના ભાષણમાં મુસલમાનોની ગરીબી, તેમની શિક્ષા પર ચિંતા જતાવી, તેમને બધાને સાથે લઈ ચાલવાની તેમની દિલની ઈચ્છા વ્યક્ત કરી. મોદીના સમર્થકોએ ફરિયાદ કરી હતી કે મોદી વિરોધીઓએ તેમની છબી મુસ્લિમ વિરોધીના રૂપમાં બનાવવાની કોશિશ કરી છે. જ્યારે તેમની દરેક યોજનાઓમાં સબકા સાથ, સબકા વિકાસનું લક્ષ્ય રહ્યું છે. જે પણ હોય, સૌથી પહેલા આ સમાવેશી રાજનીતિને સૌથી પહેલા પશ્ચિમ બંગાળના રાજકીય અખાડામાં કસવામાં આવશે. કેમ કે રાજનીતિમાં મમતા બેનરજીથી બંગાળ જીતવા માટે મોદી પાસે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વવાસ જ સૌથી સફળ હથિયાર છે. નહિતર બંગાળ જેવા વધુ મુસ્લિમ વસ્તી વાળા રાજ્યમાં મમતાને પ્રો-મુસ્લિમ પૉલિટિક્સને એન્ટી-મુસ્લિમ પૉલિટિક્સથી માત આપવી બહુ મુશ્કેલ છે.

ભાજપનો વોટશેર વધ્યો

ભાજપનો વોટશેર વધ્યો

ભાજપને હિંદુ વિચારધારાની પાર્ટી માનવામાં આવી રહી છે. 2019ની ચૂંટણીમાં ભાજપનો વોટશેર 31.3 ટકાથી વધી 37.4 ટકા થઈ ગયો છે. સેન્ટર ફોર ધી સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝની પોસ્ટ પોલ સર્વે મુજબ ભાજપને 2014માં 36 ટકા હિંદુઓના વોટ મળ્યા હતા. 2019માં આ આંકડો વધી 44 ટકાએ પહોંચી ગયો છે. જો તેમાં આખા એનડીએને મળેલ હિંદૂ વોટ પણ સામેલ કરી દઈએ તો આ આંકડો 51 ટકાને વટી જાય છે. એટલે કે ભાજપ પ્રત્યે આખા દેશમાં હિંદુઓનો ઝુકાવ વધ્યો છે.

મમતાના પક્ષમાં મુસ્લિમ એકજુટ

મમતાના પક્ષમાં મુસ્લિમ એકજુટ

બંગાળણાં પાંચ વર્ષની અંદર ભાજપના હિંદુ વોટર્સમાં 36 ટકાનો વધારો થયો છે, તો આ દરમિયાન ટીએમસીના મુસ્લિમ વોટર્સની સંખ્યા પણ વધીને 30 ટકા થઈ ગઈ છે. એટલે કે બંગાળમાં પૂર્ણ રીતે હિંદૂ અને મુસ્લિમ વોટર્સનું મોદી અને મમતાના પક્ષમાં ધ્રુવીકરણ થઈ ચૂક્યું છે. 2014માં ટીએમસીની સાથે 40 ટકા લેફ્ટ ફ્રન્ટની સાથે 31 ટકા અને કોંગ્રેસ સાથે 24 ટકા મુસ્લિમ વોટર હતા. પરંતુ 2019માં કુલ 70 ટકા મુસ્લિમ વોટર ટીએમસીની સાથે જોડાઈ ગયા.

ફરી ગરમાયો રામ મંદિરનો મુદ્દો, હવે ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશેફરી ગરમાયો રામ મંદિરનો મુદ્દો, હવે ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશે

મોદી પાસે વિકલ્પ

મોદી પાસે વિકલ્પ

મમદા બેનરજીની પ્રો-મુસ્લિમ પૉલિટિક્સનો જવાબ એન્ટી મુસ્લિમ પૉલિટિક્સ દ્વારા આપવું ભાજપ માટે સહેલું નથી. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની વસ્તી વધુ છે. અીં જો ભાજપે મમતાને તેના ભાષામાં જવાબ આપવો શરૂ કર્યો તો રાજ્યમાં હિંસા ભડકવાનો ખતરો વધી જાય છે. ભાજપ કેન્દ્રમાં એટલી વિશાળ બહુમતથી સરકારમાં આવ્યું છે ત્યારે જો બંગાળમાં હાલાત બગડે તો તેની અસરથી રાજનૈતિક નુકસાન થઈ શકે છે.

English summary
mamata banerjee in west bengal is big challenge for pm narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X